મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

હાર્ટ-અટેકની શકયતા જણાવી શકે એવું પ્રથમ કસ્ટમાઇઝડ સ્કેલ ભારતમાં ઉપલબ્ધ

નવી દિલ્હી, તા. ૧૦ :  ભારતમાં દર વર્ષે અંદાજે ૧૭ લાખ લોકો હાર્ટ-અટેકથી મૃત્યુ પામે છે. જો કે દરદીને આગામી ૧૦ વર્ષમાં હાર્ટ-અટેક આવવાની શકયતા છે કે નહીં એવું જણાવી શકે એવી વ્યવસથા વિદેશોમાં છે. અમેરિકાના મેસેચુસેટસ સ્ટેટના ફ્રેમિંગહેમ શહેરમાં ૭૦ વર્ષ સુધીહાર્ટની સ્ટડી કરવામાં આવ્યા બાદ ફ્રેમિંગહેમ કાર્ડિયોવસ્યુકલર સ્કેલ પહેલી વખત ભારતીયો માટે અપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ અને સોફટવેર જાયન્ટ માઇક્રોસોફટ કોર્પોરેશને રજુ કરી છે. અપોલો ગ્રૃપ ઓફ હોસ્પિટલ્સે ર૦૧૦ થી ર૦૧૭ વચ્ચે તેમનાં કિલનિકસમાં થયેલા ચાર લાખ હેલ્થ ચેક-અપ્સના ડેટાને આધારે માઇક્રોસોફટ કંપનીએ હેલ્થફેર માટેનું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કર્યુ હતું. નવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નેટવર્ક વિશે અપોલો હોસ્પિટલના ચીફ ઓફ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ડો. જે. શિવકુમારે જણાવ્યું હતું કે કાર્ડિયોવેસ્કયુલર રિસ્ક સ્કુલ હાલમાં ગ્રુપણની હોસ્પિટલ્સમાં ટ્રાયલ પર છે. ડોકટરો દરર્દીઓને હાર્ટ-અટેકનું જોખમ છે કે નહીં એ જણાવી શકે એ માટે ૩૧,૦૦૦ દરર્દીઓનું પરીક્ષણ ચાલે છે.

 

માઇક્રોસોીટ ઇન્ડિયા (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) પ્રાઇવેટ લિમિટેડના અધિકારી અનિલ ભણસાણીએ જણાવ્યું હતું કે ઈન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સ્ટડીઝમાં દર આઠ ભારતીયોમાંથી એક ને હાઇ બ્લડ-પ્રેશર હોવાનું નોંધવામાં આવ્યું છે. ભારતમાં હાર્ટ-ડિસીઝના ઢગલાબંધ કેસિસ હોવા છતાં દરર્દીઓ રેગ્યુલર ચેક-અપ માટે જાય ત્યારે ડોકટરો હાર્ટ-અટેક કે કાર્ડિયોવેસ્યુલર ડિસીઝનની શકયતા પારખવાની ક્ષમતા ધરાવતા નથી.

કાર્ડિયોવેસ્કયુલર રિસ્ક સ્કેલ્સ દરર્દીની ફેમિલી-હિસ્ટરી તથા બ્લડ-પેરામીટર્સનો અભ્યાસ કરીને હાર્ટ-ડિસીઝની શકયતા તપાસે છે. ફ્રેમિંગ હેમ સ્કેલ વ્યકિતના વજન, સ્મોકિંગની આદતો, કોલસ્ટરોલ કાઉન્ટસ તેમ જ બ્લડ-પ્રેશરના મહત્તમ પ્રમાણનો અભ્યાસ કરે છે. (૯.૧પ)

 

(3:39 pm IST)