મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

મૂકેશ અંબાણીની સંપતિ એક જ વર્ષમાં ૮૯ હજાર કરોડ રૂપિયા વધી

૪૮.૪ અબજ ડોલર એટલે કે ૩૩૦ લાખ કરોડ રૂપિયાની સંપતિ સાથે ૧૯૧ દેશમાં સૌથી અમીર બની ગયા છે

નવી દિલ્હી, તા.૧૦:  લાંબા સમયથી ભારતના સૌથી અમીર મૂકેશ અંબાણી કુલ ૪૮.૪ અબજ ડોલર એટલે કે ૩૩૦ લાખ કરોડ રૂપિયાની સંપતિ સાથે ૧૯૧ દેશમાં સૌથી અમીર બની ગયા છે.

અંબાણી હાલમાં દુનિયાના માત્ર ચાર દેશના અમીરોથી પાછળ છે. વીતેલા એક વર્ષ દરમિયાન તેમની સંપતિમાં લગભગ ૧૩.૧૦ અબજ ડોલર એટલે કે ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

એમેઝોનના જૈફ બેજોઝ ૧૫૬ અબજ ડોલર એટલે કે ૧૦.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપતિ સાથે દુનિયામાં સૌથી અમીર બની ચૂકયા છે.

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી મૂકેશ અંબાણી હાલમાં દુનિયાના ટોપ આમીરના લિસ્ટમાં ૧૨મા નંંબરે છે. તેમનાથી આગળ માત્ર ચાર દેશના અબજપતિઓ છે. હાલમાં દુનિયામાં ૧૯૫ દેશ છે અને આ પ્રકારે અંબાણી ૧૯૧ દેશના સૌથી અમીર બની ચૂકયા છે.

એક વર્ષમાં સંપતિ કેમ વધી?

એક વર્ષ દરમિયાન અંબાણીની સંપતિમાં ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમની સંપતિ વધવાનું મુખ્ય કારણ આરઆઈએલના સ્ટોકસમાં તેજી છે.

કંપનીનાં સારાં પરિણામ અને તેમની ટેલિકોમ કંપની જિઓના પ્રદર્શનમાં સુધારાના કારણે એક વર્ષ દરમિયાન કંપનીના સ્ટોકમાં લગભગ ૫૩ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલાં કંપનીનો સ્ટોક ૮૦૧ રૂપિયાના સ્તર પર હતો, જે વધીને ૧૨૨૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

(3:29 pm IST)