મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પના માતાપિતાનો યુ..એસ.સીટીઝન તરીકેનો સોગંદવિધિ સંપન્ન

ન્યુયોર્ક :અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પના માતા-પિતાએ યુ.એસ.સીટીઝન તરીકેના શપથ લીધા  છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમના એટર્ની એ જણાવ્યા મુજબ આ દંપતિ   વિક્ટર તથા અમલીજા નૌવ્સનો શપથવિધિ  ન્યુયોર્ક મુકામે ગુરુવારના રોજ કરાયો હતો.તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.

 મેલેનીયાનો ઉછેર તેમના માતા અમલીજાએ સ્લોવેનિયાના ઇન્ડસ્ટ્રીઅલ ટાઉન સેવનિકામાં કર્યો હતો ત્યારે સ્લોવેનિયામાં કોમ્યુનિસ્ટ શાસન હતું.મેલેનીયાના પિતા વિકટર કાર ડીલર હતા.તથા માતા એક ટેક્સ્ટાઇલ ફેક્ટરીમાં કામ કરતા હતા

.સોગંદવિધિ માટે આવેલ આ દંપતિ સોગંદવિધિ બાદ  મેનહટન ફેડરલ બિલ્ડિંગમાં હોમલેન્ડ સિક્યુરિટી સાથે ગયું હતું.મેલેનીયાના પિતા વિક્ટર 74 વર્ષના છે.તથા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 2 વર્ષ મોટા છે.માતા અમલીજાની ઉંમર 73 વર્ષની છે.

 મેલેનીયાએ મોડલિંગ શરૂ કર્યા બાદ તેમનું નામ બદલી નાખ્યું હતું તથા મેલેનીયા નૌવ્સ કરી  નાખ્યું હતું.તેઓ 1996 ની સાલમાં ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા.અને ત્યાર પછીના બે વર્ષ બાદ તેમની મુલાકાત ટ્રમ્પ  સાથે થઇ હતી.

(11:59 am IST)