મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

મુંબઇ સનાતન ધર્મ સાથે જોડાયેલા શખ્સનાં ઘરેથી ૮ દેશી બોંબ-દારૂગોળો-ડેટોનેટર મળી આવ્યા

એટીએસનું ઓપરેશન : એક શખ્સની ધરપકડ

મંુંબઇ, તા. ૧૦ :  મુંબઇના નાલા સોપારામાં એટીએસએ દરોડો પાડી મોટા જથ્થામાં વિસ્ફોટક પદાર્થો જપ્ત કર્યા છે અહીં સનાતન સંસ્થા સાથે જોડાયેલા વૈભવ રાઉતના ઘર અને દુસને દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમ્યાન ૮ દેશી બોંબ મળ્યા હતાં.

ગઇરાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો વૈભવ રાઉતના દરથી ૮ દેશી બોંબ મળ્યા છે તો ઘરની પાસેની દુકાનમાંથી બોંબ બનાવવાની સામગ્રી મળી આવી છે.

ગત પાઉડર એટલે કે સલ્યર મોટા જથ્થામાં દુકાનની અંદરથી મળી આવ્યો છે જયારે કેટલાક ડેટાનેટર પણ મળ્યા છે જે ગન પાઉડર મળ્યો છે તેનાથી ર ડઝન બોંબ બનાવી શકાય તેમ છે સનાતન ધર્મ સાથે જોડાયેલા વ્યકિતના ઘરેથી બોંબ અને તેને બનાવવાની સામગ્રી મળવીએ ચોંકાવનારી બાબત છે.

એટીએસએ વૈભવની ધરપકડ કરી છે. (૯.૪)

(11:31 am IST)