મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

૧૫મીએ મોદીની સુરક્ષા કરશે મહિલા કમાન્ડરો

લાલ કિલ્લા પર તૈનાત થશે પોલીસની વુમન સ્વોટ કમાન્ડો ટીમ

નવી દિલ્હી તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશ ખડતલ પુરૂષ કમાન્ડોથી ઘેરાયેલા જોયા હશે. દેશ હોય કે વિદેશની ધરતી, હંમેશા આ સ્ફૂર્તિલા કમાંડો જ તેમની રક્ષા કરતા હોય છે. પરંતુ આ ખવતે મહિલા કમાન્ડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે.

આ વખતે ૧૫મી ઓગષ્ટના દિવસે જયારે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષા એસપીજી અને લોકલ પોલિસ અને દિલ્હી પોલીસની વુમન સ્વોટ કમાંડો ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસની આ કમાન્ડો ટીમ દેશના કોઈ પણ રાજય પોલીસમાં આ પહોલી ટીમ છે.આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ આ સ્પેશિયલ વુમન કમાન્ડોને દિલ્હીની જનતાની સુરક્ષામાં તૈનાત કરશે. પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં બનાવવામાં આવેલા આ વિશેષ દળમાં ૩૬ વુમન કોન્સ્ટેબલને ૧૫ મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. સામાન્ય રીતે કમાન્ડો ટ્રેનિંગ ૧૨ મહિનાની હોય છે. આ દળ પુરૂષ કમાન્ડો કરતા પણ વધારે તાલિમબદ્ઘ છે. તેમને એનએસજીની કમાન્ડો ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

આ મહિલા કમાન્ડોમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી ૧૩, મણિપુરમાંથી ૫, અરૂણાચલ પ્રદેશમાંથી ૫, સિક્કીમમાંથી ૫, મેઘાલયમાંથી ૪, નાગાલેન્ડમાંથી ૨ અને મિઝોરમ અને ત્રિપુરામાંથે ૧-૧ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલ તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્રનિંગ પીટીસી ઝાડૌફા કલાં અને માનેસરમાં થઈ છે.આ મહિલા કમાન્ડો બખ્તરબંધ ગાડીઓમાં તૈનાત રહેશે. આ ગાડીને પન વુમન કમાન્ડો જ ચલાવશે. તમામ કમાન્ડો બોમ્બ નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. તેમને દિલ્હી પોલીસના પરાક્રમ દળની જ કમાંડોથી અનેક રીતે તાલિમબદ્ઘ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાન્ડો ટીમ નથી.(૨૧.૧૧)

(11:25 am IST)