મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

પતંજલિ ચમક ગુમાવી રહી છે? ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડે અટકયું

૩થી ૫ વર્ષમાં ૨૦,૦૦૦થી ૨૫૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક નજીકના ભવિષ્યમાં સાકાર થાય તેવું લાગતુ નથીઃ કયા ૬ કારણોથી પતંજલિ પાછળ રહી ગઇ?

નવી દિલ્હી તા. ૧૦ : બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદએ પોતાના શરૂઆતમાં ઝડપથી ગ્રોથ કર્યો હતો. તેને પગલે કહેવાઈ રહ્યું હતું કે, આ કંપની એફએમસીજી માર્કેટની દિગ્ગજ કંપની હિંદુસ્તાન યુનિલીવરને પણ પછાડી શકે છે. ગત વર્ષે એપ્રિલમાં રામદેવ પોતે પણ કહી રહ્યા હતા કે અમારું લક્ષ્ય પતંજલિના ટર્નઓવરને આગામી ૩દ્મક ૫ વર્ષમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી લઈને ૨૫,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું છે. જોકે, તેમની આ મહત્વકાંક્ષા નજીકના ભવિષ્યમાં સાકાર થાય તેવું નજર આવતું નથી. ગત ફાઈનાન્શિયલ યરમાં કંપનીનું ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જ રહ્યું છે, જે આ પહેલાના વર્ષમાં પણ એટલું જ હતું. રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વિસ મુજબ, પતંજલિનો ગ્રોથ રોકાઈ જવા પાછળ ઘણા મહત્વના કારણ છે.

રિપોર્ટ મુજબ, પતંજલિએ કેલેન્ડર યર ૨૦૧૭માં ઘરે-ઘરે પોતાની પહોંચ બનાવતા ૨૭ ટકાથી વધીને ૪૫ ટકાનો ગ્રોથ મેળવ્યો. કંપનીના સેલમાં આ વધારો તેના આયુર્વેદિક અને નેચરલ પ્રોડકટ્સને પગલે થયો હતો, પરંતુ અન્ય કંપનીઓએ પણ એવી પ્રોડકટ્સ ઉતારી દીધી અને આ દરમિયાન પતંજલિ તરફથી નવા પ્રયોગ ન થવાને પગલે તે પછડાટ ખાતી જોવા મળી.

પતંજલિએ પોતાની પ્રોડકટ્સ વેચવાનું પોતાના દવાખાનાઓના નેટવર્કથી શરૂ કર્યું હતું. તે પછી તેણે વિસ્તરણ માટે કરિયાણા સ્ટોર્સ તરફ નજર દોડાવી. નવા ડિસ્ટ્રિબ્યૂટર પણ બનાવ્યા. પરંતુ, આ દરમિયાન તેની દવાખાનાઓની ચેઈન નબળી પડી જોવા મળી છે અને નવા નેટવર્કનું પણ અપેક્ષા મુજબ વિસ્તાર થઈ શકયો નથી. પતંજલિનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક હિંદુસ્તાન યુનિલીવરની સરખામણીમાં ૧/૩૦ છે.

પતંજલિએ માર્કેટમાં આયુર્વેદિક ફાર્મસી દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો હતો. તે પછી કંપની ધીરે-ધીરે હર્બલ એન્ડ ઓર્ગનિક ફૂડ પ્રોડકટ્સ તરફ આગળ વધવા લાગી. પ્રોડકટ્સની લોકપ્રિયતાની સાથે જ કંપનીએ બિસ્કિટ, નૂડલ્સ અને ટૂથબ્રશ જેવી વસ્તુઓ પણ વેચવાની શરૂ કરી દીધી. હવે, તે ફ્રોજન વેજિટેબલ્સ અને કપડાં પણ વેચવાનું કામ શરૂ કરવા જઈ રહી છે. કદાચ આ પણ એક કારણ છે, જેના પગલે તેની આયુર્વેદિક છબિને નુકસાન પહોંચ્યું છે.

પતંજલિને મજબૂત ટક્કર આપતા કોલગેટ અને હિંદુસ્તાન યુનિલીવર જેવી કંપનીઓએ પણ કસ્ટમર્સનો વિશ્વાસ ફરી મજબૂત કરવા માટે નેચરલ પ્રોડકટ્સ ઉતારી દીધી. ડાબર અને કોલગેટ જેવી કંપનીઓએ આ સેગમેન્ટમાં મોટું રોકાણ કરી પોતાના ગ્રાહક બચાવવાની કવાયત શરૂ કરી છે. ડાબરે એક તરફ કિંમતોમાં ઘટાડાથી ગ્રાહકોને રોકવાનો પ્રયાસ કર્યો છે તો, હિંદુસ્તાન યુનિલીવરે ઘણા પ્રકારની નવી આયુર્વેદિક પ્રોડકટ્સ લોન્ચ કરી છે.

એકસચેન્જ ફોર મીડિયાના મે મહિનાના રિપોર્ટ મુજબ, કંપની આ વર્ષના ૧૬ સપ્તાહોમાં બાર્કના ટોપ ૧૦ એડવર્ટાઈઝરની યાદીમાં સામેલ નથી રહી. તે ઉપરાંત અન્ય ૯ સપ્તાહો દરમિયાન પણ તે ટોપ ૫ને બદલે ૫થી ૧૦ નંબરની વચ્ચે જ રહી છે.

તેમાં ઘટાડાનું કારણ એ પણ છે કે કદાચ બ્રાન્ડ નબળી છે. બાબા રામદેવ પતંજલિના આક્રમક બ્રાન્ડ એમ્બેસડર રહ્યા છે. તાજેતરના દિવસોમાં મીડિયા કવરેજમાં ઘટાડાનું કારણ કંપનીનું ઓવર એકસપોઝર પણ છે.(૨૧.૫)

(10:18 am IST)