મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

કેરળમાં પૂર અને ભૂસ્ખલન:24 કલાકમાં20 લોકોના મોત : 26 વર્ષ બાદ ઈડુક્કી ડેમના પાટીયા ખોલાયા

 

કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં બુધવારથી ગુરુવારની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં 20 લોકોના મોત નિપજ્યા છે.

  ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ ઈડુક્કી જિલ્લામાં નુકાશાન થયુ છે. અહીં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. તો બીજી બાજુ ભારે વરસાદને પગલે 26 વર્ષ બાદ ઈડુક્કી ડેમના પાટીયા ખોલવામાં આવ્યા છે.

 

(8:58 am IST)