મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

કેન્‍દ્રની મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાક અને નિકાલ હલાલા સંબંધીત મુસ્લિમ મહિલા બિલ-૨૦૧૮માં કેટલાક સંશોધનને મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ, 2017માં કેટલાક સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં ટ્રિપલ તલાકના મામલાને  બિન જામીનપાત્ર તો માનવામાં આવ્યું છે પરંતુ સંશોધનના હિસાબે હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશેસાથે બિલમાં બીજું એક સંશોધન કરવામાં આવ્યું છે જેમા પીડિતના સંબંધી જેની સાથે લોહીનો સંબંધ હોય પણ ફરીયાદ કરી શકે છે

 

વાસ્તવમાં વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર બિલને એક મોટી ઉપલબ્ધિઓ તરીકે રજૂ કરવા ઇચ્છે છે. પરંતુ વિપક્ષ દ્વારા બિલના કેટલાક નિયમો પર આપત્તિના કારણે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં ગત સત્રમાં અટકી ગયું હતું. જો કે કેન્દ્ર સરકાર વિપત્રને સંતુષ્ટ કરવા માટે બિલમાં કેટલાક સંશોધન કરી શકે છે
જણાવી દઇએ કે ગત સત્રમાં રાજ્યસભામાં બિલ પર સત્તા પક્ષ અને વિપક્ષમાં ચર્ચા જોવા મળી હતી. જ્યારે વિપક્ષ તરફથી બિલને ત્રુટિપૂર્ણ જણાવતા પ્રવર સમિતિમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી લોકસભમાં બિલમાં પીડિત મહિલાના પતિનું જેલમાં ગયા બાદ ભરણપોષણ ભથ્થું આપવાનું સંશોધન રજૂ કતરવામાં આવ્યું હતું પરંતુ સંશોધન નીચેના સદનમાં પાસ થયું નહીં
બીજી બાજુ સુપ્રિમ કોર્ટમાં ટ્રિપલ તલાકની વિરુદ્ધ અરજીકર્તા ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અલ્પસંખ્યક વિભાગના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખીને બિલમાં ત્રણ વર્ષની સજાને એક વર્ષ કરવાની માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરવા માટે સહયોગની અપીલ કરી હતી

(5:53 pm IST)