મુખ્ય સમાચાર
News of Saturday, 10th July 2021

અમેરિકાના અનેક રાજ્યો ભીષણ ગરમીની ઝપટે : ડેથ વેલીમાં તાપમાન 54 ડિગ્રીને પાર પહોંચ્યુ

અમેરિકાના અનેક રાજ્યો ભીષણ ગરમીની ઝપટે : ડેથ વેલીમાં તાપમાન 54 ડિગ્રીને પાર પહોંચ્યુ

વોશિંગટન :  અમેરિકાના અનેક રાજ્ય ભીષણ ગરમીની ચપેટમાં છે. કૈલિફોર્નિયા અને નેવાડામાં તાપમાન રેકોર્ડ ઉંચાઇ પર છે. જ્યારે કેલિફોર્નિયાના ડેથ વેલીમાં શુક્રવારે રેકોર્ડ 54.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ડેથ વેલીમાં ઓગસ્ટ 2020માં પણ આટલું જ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

કેટલાક લોકો આને ધરતી પર નોંધાયેલો સૌથી વધારે તાપમાન ગણાવે છે. વર્ષ 1913માં 56.7 ડિગ્રી સેન્ટીગ્રેટ તાપમાન નોંધાવવાના દાવાઓ પણ કરવામાં આવે છે પરંતુ હવામાનના નિષ્ણાત આ દાવા પર પ્રશ્ન ઉઠાવે છે.

અમેરિકામાં લાખોની સંખ્યામાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસે પ્રભાવિત વિસ્તારમાં રહેનારાઓને કહ્યું છે કે, તેઓ ખુબ જ પાણી પીએ. સાથે જ તેમને ઘરોની અંદર અથવા તે ઈમારતોમાં રહેવાની સલાહ આપી છે, જ્યાં એસી લગાવવામાં આવ્યા છે.

(11:00 pm IST)