મુખ્ય સમાચાર
News of Saturday, 10th July 2021

અમુલ બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ બન્યું : બે રૂપિયાનો વધારો ઝીકાયો : નવા દરો આજથી લાગુ

ઓઇલ અને વીજળીના ભાવમાં વધારાને કારણે દૂધના ભાવ પણ વધારાયા

નવી દિલ્હી : દેશમાં ડીઝલ-પેટ્રોલની વધતી કિંમતો વચ્ચે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ પછી હવે દૂધ કંપની મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીના જુદા જુદા દૂધના વેરિએન્ટમાં બે રૂપિયાનો વધારો થયો છે.હવે મધર ડેરીનું દૂધ ખરીદવા પર ગ્રાહકોને બે રૂપિયા વધુ ચૂકવવા પડશે. નવા દરો આજથી લાગુ થયા છે. ઓઇલ અને વીજળીના ભાવમાં વધારાને કારણે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. દૂધના ભાવમાં વધારા પાછળનું આ કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પહેલા 1 જુલાઈથી અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય કે યુપી-ગુજરાત, અમૂલના દૂધ ઉત્પાદનો 1 જુલાઇથી મોંઘા થયા. અમૂલે દોઢ વર્ષ પછી તેના દૂધના ભાવમાં વધારો કર્યો. હવે મધર ડેરીએ પણ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

(11:02 am IST)