યુપી : સગીરા સાથે ગેંગરેપ : આરોપીઓએ વીડિયો કર્યો વાઇરસ
રેપ અને ગેંગરેપ જેવી ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી : ત્રણેય યુવકો સગીરાનું ઘરેથી અપહરણ કરીને એક સુમસામ જગ્યાએ લઇ ગયા : પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવીને અનેક દિવસ સુધી ગેંગરેપ કર્યો : પીડિતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા વીડિયો વાઇરલ કરી દીધો
શાહજહાંપુર તા. ૧૦ : ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના બંડા વિસ્તારમાં ત્રણ યુવકોએ સગીરા સાથે પહેલાં ગેંગરેપ કર્યો અને બાદમાં તેનો અશ્લીલ વીડિયો ઉતારી દીધો. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ત્રણેય યુવકો અનેક દિવસો સુધી સતત સગીરાનો ગેંગરેપ કરતા રહ્યાં. જયારે પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી તો આરોપીઓએ પીડિતા સાથેનો ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો.
બંડા વિસ્તારમાં રહેતી આ પીડિતાનો આરોપ છે કે ૨૦ મે ૨૦૨૧ના રોજ ગામમાં જ રહેતાં ત્રણ યુવકો તેને ઉઠાવીને એક સુમસામ મકાનમાં લઈ ગયા અને તેની સાથે ગેંગરેપ કર્યો. આ દરમિયાન એક યુવકે મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો. ત્રણેય યુવકોએ ધમકી આપી કે જો તે કોઈને કંઈ પણ જાણ કરશે તો તેઓ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. પીડિતાનો આરોપ છે કે, એ પછી ત્રણેય યુવકોએ સતત અનેક દિવસો સુધી તેનો ગેંગરેપ કર્યો. અશ્લીલ વીડિયો વાઇરલ થા બાદ પીડિતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સદનસીબે ઘરના લોકોએ તેને બચાવી લીધી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ઘ ગેંગરેપ, પોસ્કો અને અપહરણ સહિતના વિવિધ ગંભીર ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એડિશનલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજીય કુમાર વાજપેયીનું કહેવું છે કે, પીડિતાની ફરિયાદના આધારે તરત જ પોલીસે આરોપીઓ વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી દીધી છે. એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમનું કહેવું છે કે, ખૂબ જ જલ્દી તમામ આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે. તો મેડિકલ ચેકઅપ માટે પીડિતાને હોસ્પિટલ મોકલવામાં આવી છે.