News of Friday, 10th July 2020
કોરોનાથી પણ મોટો ખતરો: 1772 લોકોના મોત : ચીને આપી ચેતવણી
ચીનની દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ ચેતવણી કઝાકિસ્તાને અફવા ગણાવી
કઝાકિસ્તાનમાં ન્યુમોનિયાના અજાણ્યા સ્વરૂપે 6 મહિનામાં 1772 લોકોના જીવ લીધો છે, ત્યારે ચીનની દૂતાવાસે તેના નાગરિકોને એલર્ટ કર્યા છે, દૂતાવાસ મુજબ, આ 1772 લોકોમાંથી 822 લોકોના મોત માતર જૂનમાં થયા છે, જેમાં ચાઈનીઝ નાગરિકોનો સમાવેશ થાય છે, આ રોગ કોરોના કરતા જીવલેણ હોવાનું પણ કહેવાય છે. પરંતુ, ચીનની દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ ચેતવણી કઝાકિસ્તાને અફવા ગણાવી છે.
(11:29 pm IST)