મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

માર્કેટમાં ધૂમ મચાવી મધુબની-માસ્ક

પટણા,તા.૧૦ : કોરોનાને કારણે ભલભલા લોકોની આર્થિક સ્થિતિમાં મુશ્કેલી ઊભી થઈ છે અને એમાંય નાના કલાકારોની હાલત તો સૌથી વધુ કફોડી બની છે. કેટલાક કલાકારોએ બદલાયેલા સમયમાં પોતાની કળાને પણ હવે જરૂરી ચીજો સાથે સાંકળીને એનું નવું માર્કેટ શોધી લીધું છે.

બિહારના મધુબની કલાકાર રેમંતકુમાર મિશ્રા લોકડાઉનને કારણે સંદ્યર્ષમય દિવસો વિતાવી રહ્યા હતા. જોકે અવોર્ડ વિનિંગ આર્ટિસ્ટે હવે હાથથી તૈયાર કરેલા મધુબની પ્રિન્ટવાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં તેમની પાસે વધુ ગ્રાહકો નહોતા. લેખક અને એકિટવિસ્ટ અદ્વિત કાલાએ રેમંતકુમાર મિશ્રાના માસ્કના ફોટો અને તેમની સંઘર્ષકથા સાથે તેનો કોન્ટેકટ-નંબર પણ સોશ્યલ મીડિયા પર મૂકયો અને ત્યાંથી તેમની બાજી પલટાઈ. હવે તો લોકો તેમનો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે. રેમંતકુમાર ત્રણ લેયર ધરાવતા કોટનના ઓરિજિનલ એન્ડ-પ્રિન્ટેડ મધુબની પ્રિન્ટના માસ્ક ૫૦ રૂપિયામાં વેચવા અને કુરિયર દ્વારા લોકોના ઘરે પણ પહોંચતા કરે છે. હટકે આર્ટને લોકોએ એટલી વખાણી છે કે હવે તેમનો ફોન સતત રણકયા જ કરે છે અને મેસેજ-બોકસ ઓર્ડરથી છલકાવા લાગ્યું છે.

(2:45 pm IST)