મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

નેપાળમાં કટોકટી લાદવાની તૈયારી?

નવી દિલ્હીઃ ભારત સામે દુશ્મનાવટ સર્જી નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી હવે રાજકીય સંકટમાં ફસાયા છે અને તેમની ખુરશી જોખમમાં મુકાઇ ગઇ  છે.

હવે ઓલીએ ચીનના ટેકા સાથે પોતાની ખુરશી બચાવવા માટે નેપાળમાં કટોકટી લાદવાની તૈયારી કર્યાનું જાણવા મળે છે. કોરોના સંકટનું બહાનું આડુ ધરી વડાપ્રધાન ઓલી સ્વાસ્થ્ય કટોકટીને નામે નેપાળમાં ઇમર્જન્સી લાદવા તૈયારી કરી રહયાનું બહાર આવ્યું છે.

આ માટે તેઓ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીને મળ્યા હોવાનું જાણવા મળે છે.

(11:32 am IST)