મુખ્ય સમાચાર
News of Tuesday, 10th July 2018

મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને નકલી નોટો છાપવા લાગ્યો અનમોલ ; ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી દબોચી લીધો

નોટબંધી પછી નાની નોટોની તંગી થવા લાગતા દિમાગમાં નકલી નોટ છાપવાનો આઈડિયા આવ્યો

નવી દિલ્હી :ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી 100 રૂપિયાની નોટ બનાવવાના આરોપમાં અનમોલ નામના એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસને આરોપી પાસેથી 100 રૂપિયાની 17 લાખની નોટો મળી આવી છે. પોલીસે રાજોરી ગાર્ડન પાસે આવેલા તેના ઘરમાંથી 17 લાખ રૂપિયાની નકલી નોટ, સ્કેનર, પ્રિન્ટર અને કટર મળી આવ્યા છે.

 પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ અત્યાર સુધીમાં દિલ્હી એનસીઆરમાં લગભગ 8 થી 10 લાખ રૂપિયાની નકલી નોટો ચલાવી ચુક્યો છે. યુવકે નકલી નોટ છાપવાનું યુટ્યુબ ઘ્વારા શીખ્યું હતું. આ યુવક છેલ્લા 7 મહિનાથી નકલી નોટ છાપી રહ્યો હતો

 . અનમોલ એક મલ્ટીનેશનલ કંપનીમાં કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. આ નોકરી ઘ્વારા તેના શોખ પુરા થતા ના હતા. એટલા માટે તેને પૈસા કમાવવાનો સરળ રસ્તો શોધી નાખ્યો. નોટબંધી પછી બજારમાં નાની નોટોની તંગી થવા લાગી, ત્યારે જ તેના દિમાગમાં નકલી નોટ છાપવાનો આઈડિયા આવ્યો. તેને યુટ્યુબ ઘ્વારા નકલી નોટ છાપવાનું શીખ્યું હતું 

 

(2:00 pm IST)