મુખ્ય સમાચાર
News of Tuesday, 10th July 2018

કૈલાશ માનસરોવરની યાત્રામાં સુગમતા માટે 1600 કરોડના ખર્ચે નિર્માણ થતા 200 કી,મી,ના રોડનું નિર્માણ પુરજોશમાં

ઉત્તરાખંડથી મોટરમાર્ગે લીપુલેખ પાસ થઈને માત્ર ૧૦ દિવસમાં યાત્રા થઈ શકશે:કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ યોજી સમીક્ષા બેઠક

 

નવી દિલ્હી :કૈલાસ માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો સુગમતાથી કરી શકે તે માટે બે વર્ષ પહેલાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતો  હવે  પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈને યાત્રા થાય છે. માર્ગ વાહન વ્યવહાર થઈ શકે તેવો હોવાથી ૧૦૦ કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે આથી તેમા ૨૫ દિવસ જેટલો સમય લાગી જાય છે.ત્યારે યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લીપુલેખ બોર્ડર સુધીના ૨૦૦ કિ.મી.નાં રોડનું નિર્માણ ૧૬૦૦ કરોડનાં ખર્ચે ખૂબ તેજ ગતિથી ચાલી રહ્યું છે.

 

   કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, આગામી ૨૦૨૦ સુધીમાં રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી ઉત્તરાખંડથી મોટરમાર્ગે લીપુલેખ પાસ થઈને માત્ર ૧૦ દિવસમાં કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે

 

(12:00 am IST)