પશ્ચિમ બંગાળમાં રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના લેડીઝ ડબ્બા પાસે હસ્તમૈથુન કરી રહેલ શખ્સને મહિલાએ ધમકાવ્યોઃ ફેસબુક પર લાઇવ વીડિયો શેર કરી દીધો
બંદેલઃ પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના લેડીઝ ડબ્બા પાસે જાહેરમાં હસ્તમૈથુન કરી રહેલ શખ્સનો મહિલાએ લાઇવ વીડિયો ઉતારીને ફેસબુક ઉપર શેર કરી દીધા બાદ આ શખ્સને ઝડપી લેવા પોલીસે દોડધામ શરૂ કરી છે. આ ઘટના રવિવારે બપોરે 1.15 કલાકની આસપાસ બની હતી.
જોકે એક મહિલાએ ભારે હિંમત દર્શાવી હતી. તેણે આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરી દીધી હતી. તે ટ્રેનમાંથી ઉતરી હતી અને બદમાશને બરાબર ધમકાવ્યો હતો. જોકે પછી બીજા અનેક પ્રવાસીઓ તેના સપોર્ટમાં આવ્યા હતા. જોકે પોલીસ આવીને વ્યક્તિની ધરપકડ કરે એ પહેલાં તે ભાગી ગયો હતો. રેલવે સ્ટાફે આ ઘટનાની નોંધ લીધી છે.
પ્રાથમિક તપાસ પછી આ વ્યક્તિ 50 વર્ષની વયની આસપાસની હોવાની માહિતી મળી છે. આ વ્યક્તિ પહેલી નજરે માનસિક અસ્થિર લાગી રહી છે. હાલમાં રેલવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.