મુખ્ય સમાચાર
News of Monday, 10th June 2019

રાજસ્થાનમાં ભીષણ ગરમી : શ્રીગંગા નગર અને કોટામાં પારો 48 ડિગ્રીએ પહોંચ્યો

ચૂરૂ, બીકાનેર, અને જોધપુર, બાડમેર અને જેસલમેરમાં પણ સખ્ત ગરમી

રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી છે આજે બપોરે 2.30 વાગ્યે રાજસ્થાનના શ્રીગંગા નગરમાં તાપમાનનો પારો 48.00 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે સિઝનની સૌથી વધુ ગરમી છે જયારે ચૂરૂ, બીકાનેર, અને જોધપુર, બાડમેર અને જેસલમેરમાં પણ સતત ગરમી પડી રહી છે.

રવિવારે બપોરે રાજસ્થાનના કોટમાં 2.30 વાગ્યે તાપમાનનો પારો 48.00 ડિગ્રીએ પહોંચ્યો હતો.

 અહેવાલો મુજબ રાજસ્થાનમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 18થી વધુ મોત થઈ ગયા છે.

(12:00 am IST)