મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

ભારતમાં ફેલાઇ રહેલો કોવિડ -19 વેરિયન્ટ ઘણો સંક્રામક : રસીને નિષ્ક્રિય પણ કરી શકે WHO એ ચિંતા વ્યક્ત કરી

B 1.617 એક ચિંતાજનક વેરિયન્ટ પરિવર્તિત થાય છે જેનાથી ટ્રાન્સમિશન પણ વધે છે

નવી દિલ્હી :દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે મોટી પ્રતિદિવસ મોટી સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. દરમિયાન, ઘણા રિપોર્ટસ બહાર આવ્યા છે, જે કહે છે કે આ લહેરમાં ભારતમાં જોવા મળતો કોરોનાનો વેરિયન્ટ પણ ઘણો સંક્રામક (ચેપી) છે. ભારત માટે ચિંતાની વાત તે છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ કોરોનાના આ વેરિયન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય સાયન્ટિસ્ટે પણ આ વેરિયન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે ભારતમાં ફેલાઇ રહેલો કોવિડ -19 વેરિયન્ટ ઘણો સંક્રામક છે અને તે રસીને નિષ્ક્રિય પણ કરી શકે છે. એએફપી સાથેની એક મુલાકાતમાં સૌમ્યા સ્વામિનાથે ચેતવણી આપી કે આપણે આજે ભારતમાં જે રોગચાળો જોઇ રહ્યા છીએ તે દર્શાવે છે કે તે ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં વેરિયન્ટ B.1.617 મળી આવ્યો હતો.

સૌમ્યા સ્વામિનાથે કહ્યું હતું કે B 1.617 એક ચિંતાજનક વેરિયન્ટ છે કારણ કે તે પરિવર્તિત થાય છે જેનાથી ટ્રાન્સમિશન પણ વધે છે. તે શરીરમાં રસી અથવા ચેપ દ્વારા બનાવવામાં આવેલા એન્ટિબોડીઝને પણ બિનઅસરકારક કરી શકે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં ચેપ અને મૃત્યુના વધારા માટે એકલા આ પ્રકારને જવાબદાર ગણી શકાય નહીં.

(11:47 pm IST)