મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો સરકારી દાવાની ખોલે છે પોલ : મોતના સત્તાવાર આંકડા સાચા નથી : શામ પિત્રોડા

ચૂંટણીઓ દરમિયાન યોજાયેલી જનસભાઓને કોરોના વાઈરસની અસલી “સુપર સ્પ્રેડર”

નવી દિલ્હી: ઈન્ડિયન ઑવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી પ્રતિદિન થનારા મોતના સત્તાવાર આંકડા પર સવાલ ઉઠાવતા દાવો કર્યો કે, આ આંકડા સામાન્ય સમજની બહારના છે. ભારતમાં પ્રતિદિન સરેરાશ 30 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે અને એવામાં કોરોનાથી પ્રતિદિન 3000 વધારાના લોકોના મોત થઈ રહ્યાં છે, તો પછી અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો ના લાગવી જોઈએ. Covid Death

પિત્રોડાએ તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન યોજાયેલી જનસભાઓને કોરોના વાઈરસની અસલી “સુપર સ્પ્રેડર” ઠેરવતા કહ્યું કે, ભારતમાં વૅક્સિનેશનની પ્રક્રિયાને રાજનીતિથી અલગ રાખવી જોઈએ.

ભારતમાં ટેલિકૉમ ક્રાંતિના પ્રણેતા મનાતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના વિશ્વાસુ રહેલા પિત્રોડાએ “ડિકોડિંગ ઈલેક્શન્સ” નામની યુટ્યૂટ ચેનલ પર ડૉ મયંક દરાલ સાથે સંવાદમાં કહ્યું કે, ભારતમાં સામાન્ય દિવસોમાં પ્રતિદિન સરેરાશ 30 હજાર લોકોના મરણ થાય છે. એટલે કે આટલા લોકોના અંતિમ સંસ્કાર દરરોજ થાય જ છે. હવે જોઈએ તો, અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી રહી છે. જ્યારે પ્રતિદિન સરેરાશ 3 હજાર લોકો જ કોરોનાના કારણે મોતને ભેટી રહ્યાં હોવાનો આંકડો જાહેર કરવામાં આવે છે.

જો પ્રતિદિન વધારે 3 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે, તો અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો કેમ લાગી રહી છે? જેનો અર્થ એ થયો કે, મોતનો જે આંકડો દર્શાવવામાં આવી રહ્યો છે, તે સાચો નથી.

 

તાજેતરમાં “રિડિઝાઈન ધી વર્લ્ડ”નામનું નવું પુસ્તક લખનારા પિત્રોડાએ જણાવ્યું કે, વૅક્સિનેશન એક જટિલ પ્રક્રિયા છે. પ્રોડક્શન અને સપ્લાય બન્ને પર ધ્યાન આપવું પડે છે. ભારતમાં વૅક્સિનેશન પ્રક્રિયાને નિષ્ણાંતોએ જોવી જોઈએ, રાજકીય લોકોને આ અભિયાનથી દૂર રાખવા જોઈએ.

 

ભારતમાં કોરોનાની બીજી લહેર સાથે સંકળાયેલા પ્રશ્ન પર પિત્રોડાએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરની રિયલ સુપર સ્પ્રેડર ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જંગી જનસભાઓ રહી. વડાપ્રધાને માસ્ક નહતુ પહેર્યું. જેનાથી એવો સંદેશ ગયો કે, હવે કોઈ તકલીફ નથી. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યું કે, ભારતમાં એક મોટી સમસ્યા એ પણ છે કે, મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં નથી રહી શકતા, કારણ કે સંયુક્ત પરિવાર હોય છે. આ બધા કારણોસર પણ બીજી લહેર આવી.

ભવિષ્યની ચૂંટણી રાજનીતિ વિશે પિત્રોડાએ જણાવ્યું કે, હાઈપર કનેક્ટિવિટીના કારણે ભવિષ્યમાં રાજનીતિ બદલાવા જઈ રહી છે. જેનાથી લોકતંત્ર પણ સંપૂર્ણ બદલાઈ જશે. જો મારી પાસે વિકલ્પ હોય તો, હું મોબાઈલ ફોન થકી મતદાન કરાવીશ, કારણ કે તે ઈવીએમથી વધુ સુરક્ષિત છે. ઈવીએમ જૂની ટેક્નિક છે અને તેના પર ઘણો વિવાદ પણ થઈ રહ્યો છે. Covid Death

મોબાઈલ ફોનથી મતદાન કરાવવાથી તમારે મતદાન મથક પર જવાની જરૂર નહીં રહે. લોકો ગમે ત્યાં બેસીને મતદાન કરી શકે છે. જો મારી પાસે સત્તા હોય તો હું ચૂંટણી સભાઓ અને એડવર્ટાઈઝ પર રોક લગાવીશુ. જો કોઈ નેતા કશું કહેવા માંગે છે, તો તે પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા થકી વાત રાખી શકે છે.

પિત્રોડાએ એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, “એક રાષ્ટ્ર એક ચૂંટણી”નો વિચાર સંપૂર્ણ કેન્દ્રીકરણ બાબતમાં છે. આપણને ભવિષ્યમાં વિકેન્દ્રીકણ અને લોકતાંત્રિકરણની આવશ્યક્તા છે. હું કોઈ પણ બાબતમાં કેન્દ્રીયકરણનો વિરોધી છું. મારી પાસે વિકલ્પ હશે, તો હું ભારતને જિલ્લા લેવલે ચલાવીશ

(9:58 pm IST)