મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

પાક સાથેના આર્થિક કોરિડોર માટે લોન મંજૂર કરવા ચીન તૈયાર નથી

પાક પર વધી રહેલાં દેવાથી મદદ કરનારા દેશો ચિંતિત : ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવા માટેની યોગ્યતા સામે આશંકા અને જોરદાર ચિંતા વ્યક્ત કરી છે

નવી દિલ્હી, તા. ૧૦ : ભારતના તમામ વિરોધ છતાં ગુલામ કાશ્મીરમાં બનાવવામાં આવી રહેલી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપૈક)ના રસ્તામાં અડચણો આવી છે. પાકિસ્તાનના વધી રહેલા દેવાના પહાડથી ચિંતિત થઈને કોરિડોરની સૌથી મોટી પરિયોજના માટે ચીન અબજ ડોલરની લોન મંજૂર કરવા તૈયાર નથી.

સીપૈક ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી 'વન બેલ્ટ, વન રોડ' પરિયોજનાનો હિસ્સો છે. જિનપિંગ યોજનાને આધુનિક સિલ્ક રૂ માને છે, જે ચીનને રસ્તા અને રેલ માર્ગે સીધું યુરોપ સુધી જોડવા તૈયાર કરવામાં આવી છે. સીપૈક સાથે જોડાયેલી મેનલાઈન- (એમએલ-) રેલવે પરિયોજનાનોની કિંમત અબજ ડોલર હતી પરંતુ બાદમાં તેને ઘટાડીને . અબજ ડોલર કરી દેવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની અધિકારીઓના કહેવા પ્રમાણે બેઈજિંગે ૩૦ માર્ચના રોજ પરિયોજનાના ભંડોળ સાથે સંકળાયેલી બેઠકમાં પોતાની ચિંતા વ્યક્ત કરી દીધી હતી.

૨૦૧૫માં ચીને પાકિસ્તાનમાં આશરે ૪૬ અબજ ડોલરના આર્થિક કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી. ચીનની યોજના કોરિડોર દ્વારા પાકિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવાની અને સંપૂર્ણ મધ્ય અને દક્ષિણ એશિયામાં અમેરિકા અને ભારતના પ્રભાવને ટક્કર આપવાની છે.

(7:46 pm IST)