મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ

યુવાઓ, ખેડૂતો અને વ્યાપારીઓની વાત નથી કરી રહ્યા. તેઓ લોકોને ભટકાવી રહ્યા છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પૂર્વ પીએમ રાજીવ ગાંધીને લઈ આપવામાં આવેલ નિવેદન પર મહાસંગ્રામ મચ્યો છે. પીએમ મોદીના આ નિવેદન પર હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પલટવાર કર્યો છે. કમલનાથે ગુરુવારે કહ્યું કે પીએમ મોદી રાજીવ ગાંધી પર જે આરોપો લગાવી રહ્યા છે તે બહુ બકવાસ છે.

   સીએમે કહ્યું કે તેમની વાત કરવાની રીતથી લાગે છે કે તેઓ બહુ ડરી ગયા છે અને તેમને લાગે છે કે તેમની ગુજરાત વાપસીનો સમય આવી ગયો છે. કમલનાથે કહ્યું કે આ દુઃખદ વાત છે કે મોદી પોતાની હેસિયત ભૂલી ગયા છે. જેવી રીતે તેઓ આરોપ લગાવી રહ્યા છે તેઓ બહુ હલકા છે.

  કમલનાથે કહ્યું કે જનતાનું ધ્યાન ભટકાવવા માટે યુવાઓ, ખેડૂતો અને વ્યાપારીઓની વાત નથી કરી રહ્યા. તેઓ લોકોને ભટકાવી રહ્યા છે. કમલનાથે પીએમના એ નિવેદન પર પણ પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ત્રીજા અને ચોથા તબક્કાના મતદાન બાદ જ વિપક્ષ ચૂંટણી હારી ગયું છે. આના પર કમલનાથે કહ્યું કે તેઓ બીજું શું કહેશે? તેઓ એમ તો કહેશે નહિ કે તેઓ જમીન ગુમાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે, તેમની ઘરવાપસી નક્કી છે

(10:42 pm IST)