મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

ટી.વી.એક્ટર પ્રતિશ વોરાની બે વર્ષીય માસુમ બાળકીનું કરૂણ મોત : બુધવારે રાત્રે ઘરમાં રમતી વખતે ભૂલથી મોઢામાં નાખી દીધેલો રમકડાંનો ટુકડો મોતનું નિમિત્ત બન્યો : ગળામાં અટવાઈ ગયેલા ટુકડાને કારણે શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું

મુંબઈ : ટી.વી.એક્ટર પ્રતિશ વોરાની બે વર્ષીય માસુમ બાળકીનું પ્લાસ્ટિકના રમકડાંથી રમતી વખતે 8 મે 2019 બુધવારે  કરૂણ મૃત્યુ થયું છે.રાત્રે ઘરમાં રમતી વખતે તેણે રમકડાંનો એક ભાગ મોઢામાં નાખી દીધો હતો.જે ગળામાં સલવાઇ ગયો હતો તે ઓકી કાઢવામાં નિષ્ફળ જતાં શ્વાસ રૂંધાઇ જવાને કારણે તેનું અચાનક મોત નીપજ્યું હતું પરિણામે વોરા દંપતી હતપ્રભ થઇ ગયું હતું

વ્હાલસોયી પુત્રીના નશ્વર દેહને રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર આપવા તેઓ ગુરુવારે વહેલી સવારે વિમાન માર્ગે રાજકોટ જવા રવાના થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ટી.વી.એક્ટર પ્રતિશ વોરા તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા ,પ્યાર કે પાપડ તથા ક્રાઇમ પેટ્રોલ સિરિયલથી જાણીતા છે.તેમની પુત્રીના થયેલા  દુઃખદ અવસાનને કારણે તેમણે ચાહકો તેમજ સગા સબંધીઓ તેમજ મિત્ર વર્તુળને પુત્રીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:58 pm IST)