મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

રિલાયન્સ ગ્રુપની કંપની અની સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ દ્વારા એગ્રીમેન્ટ

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે બ્રિટનની રમકડાં ઉત્પાદક કંપની હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ટેકઓવર કરી લેવાની જાહેરાત કરી છે.   ડિલ 67.96 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 620 રૂપિયા) હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

હાલમાં હૈમલેજની માલિકી હોંગકોંગેની સુચીબર્ફ સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ પાસે છે. આના 18 દેશોમાં 167 સ્ટોર છે. ભારતમાં રિલાયન્સ હૈમલેજની માસ્ટર ફ્રેન્ચાઇઝ છે. હાલમાં 29 શહેરમાં 88 સ્ટોરનું મેનેજમેન્ટ કરે છે.

રિલાન્યસ બ્રાન્ડે એક નિવેદનમાં કહ્યું છે કે રિલાયન્સ ગ્રૂપની કંપની અને સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગે ગુરુવારે વિશે એગ્રીમેન્ટ કર્યું છે. એગ્રીમેન્ટ અંતર્ગત રિલાયન્સ બ્રાન્ડ્સ દ્વારા હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સના 100 ટકા શેયર ટેકઓવર કરી લેવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે ટેકઓવર કરીને રિલાયન્સ બ્રાન્ડ્સ રમકડાં ઉદ્યોગમાં ટોચની કંપની બની શકે છે.

(5:12 pm IST)