મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

કારગીલ યુદ્ધમાં સેનાનું મનોબળ વધારવા મોદી ટાઇગર હિલ ગયા હતા

યુદ્ધમા સામેલ રહેલા સેનાના પૂર્વ અધિકારી કુશાલ ઠાકુરે કરેલી સ્પષ્ટતા

શિમલા,તા.૧૦: કારગીલ યુદ્ધમા સામેલ રહી ચુકેલા સેનાના એક પૂર્વ  અધિકારીએ દાવો કરતા જણાવ્યુ હતુ કે કારગીલમા જ્યારે યુદ્ધ ચાલતુ હતુ ત્યારે સેનાએ ટાઈગર હિલ પર કબજો કરી લીધાના બીજા જ દિવસે સેનાનુ મનોબળ વધારવા માટે નરેન્દ્ર મોદી ટાઈગર હિલ પર ગયા હતા.

સેનાના પૂર્વ અધિકારી કુશાલ ઠાકુરે વધુમા જણાવ્યુ હતુ કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કે વડાપ્રધાન પદ પર ન હોવા છતા પાંચ જુલાઈ ૧૯૯૯ના રોજ ભારતીય સેનાએ ટાઈગર હિલ પર કબજો કરી લીધાના બીજા દિવસે જ મોદી ત્યા પહોંચી ગયા હતા તે તેમની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને તે વખતે કેવી ચિંતા હતી તે દર્શાવે છે. તેઓ જ્યારે કોઈપણ સતાવાર પદ પર ન હતા તેમ છતા તેઓ કારગીલ યુદ્ધ વખતે ટાઈગર હિલ ગયા હતા.અને સેનાના જવાનોનુ મનોબળ વધારવા પ્રયાસ કર્યો હતો.

ઠાકુરે વધુમા જણાવ્યુ કે તે વખતે હું ૧૮ ગ્રેનેડિયર્સના કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તેમની આગેવાનીમા ટાઈગરહિલ પર કબજો લેવામા આવ્યો હતો. તેમણે વધુમા જણાવ્યુ કે તે વખતે મોદી હિમાચલ પ્રદેશ ભાજપના પ્રબારી હતા. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે દેશની જનતાએ મોદીના પાંચ વર્ષના શાસનમા રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતીમા ઘણો ફેરફાર જોયો છે. ભગવા પાર્ટીની આતંકવાદ સામેની લડાઈ અને કોઈપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃતિ ચલાવી નહ્ી લેવાની નીતી  તેમજ  સર્જિકલ   સ્ટ્રાઈક તેમજ એર સ્ટ્રાઈક જેવી  બાબત દેશ માટે સુરક્ષાની સારી નિશાની સમાન સાબિત થયા છે.

તેમણે વઘુમા જણાવ્યુ હતુ કે કારગીલ યુદ્ધ વખતે હિમાચલ પ્રદેશના ૫૨ જવાનોએ બલિદાન આપ્યા હતા જેમા બે જવાનને દેશના સર્વોચ્ચ સેન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માન પણ કરવામા આવ્યુ છે. તેમણે એમપણ જણાવ્યુ કે હિમાચલ રેજિમેન્ટ બનાવવા માટે આગામી સમયમા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામા આવશે.

(3:52 pm IST)