મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

નોટ અસલી કે નકલી : મોબાઈલ ફોનથી ઓળખ થઈ શકશે : રિઝર્વ બેન્ક બનાવશે એપ

સરકારે મોબાઈલ ફોનથી ચલણી નોટની ઓળખ માટે એપ્લિકેશન બનાવવાનું કામ આરબીઆઇને સોંપ્યું

નવી દિલ્હી : હવે નોટ અસલી છે કે નકલી તે મોબાઈલ ફોન્સથી જાણી શકાશે સરકાર હવે નોટને ઓળખવા માટે ડિજિટલ તકનીક પર કામ કરી રહી છે. નાણા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે મોબાઇલ ફોન્સથી નકલી નોટોની ઓળખ માટે એક એપ્લિકેશન બનાવવા માટેની તૈયાર શરુ કરી છે. સરકારે આ એપ્લિકેશનબનાવવાની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ને સોંપી છે.

એજન્સીની પસંદગીની પ્રક્રિયા શરૂ નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ નકલી ચલણની એપ્લિકેશન બનાવવાની એજન્સીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકારીનું કહેવું છે કે, જયારે એજેન્સી પસંદ કરવામાં આવે ત્યારે એપ્લિકેશનની માહિતી જાણી શકાશે. એકવાર એપ્લિકેશન તૈયાર થઈ જાય પછી, કોઈપણ વ્યકિત મોબાઇલ ફોન દ્વારા એપ્લિકેશનની મદદથી નકલી ચલણી નોટ ઓળખી શકશે. દ્રષ્ટિ બાધિત વ્યકિતઓ માટે પણ બની રહી છે.

(2:53 pm IST)