મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

ધર્મ અને રાજનીતિઃ ખુશી વચ્ચે નહિ, ખુરશી વચ્ચે અંતર

સાર્વજનિક ક્ષેત્રની ખુશ્બુઃ રામાયણના માધ્યમથી સંસ્કારની સુવાસ ઘરે-ઘરે ફેલાવી રહેલા જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણી અકિલા ઇન્ડિયા પબ્લિકેશનના પ્રારંભ પ્રસંગે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે ભેગા થયા ત્યારે અનૌપચારિક વાતોએ વળગ્યા હતા. બન્ને સાર્વજનિક જીવનમાં છે પણ બન્નેના રસ્તા અલગ છે એક વ્યાસપીઠવાળા છે, બીજા ખાસ પીઠબળવાળા છે. એક ધાર્મિક કથાકાર છે, બીજા માર્મિક કળાકાર  છે. બાપુ રામાયણના રાજા દશરથના ૩ વચનની વાત કરે છે, મુખ્યમંત્રી પક્ષના વચનપત્રની વાત કરે છે. ધર્મમાં રાજકારણ ન હોય પણ રાજકારણમાં ધર્મ હોય તે ઇચ્છનીય છે એક તુલસીપત્રનો મહિમા સમજે છે અને સમજાવે છે બીજા 'કમળ' માટે વમળ સર્જી શકે છે. બાપુ વાલ્મિકીની રામાયણના જ્ઞાની છે અને મુખ્યમંત્રી રાજકીય મહાભારતના વિજ્ઞાની છે બાપુ વંદનના અધિકારી છે. મુખ્યમંત્રી અભિનંદનના અધિકારી છે. પોતપોતાના ક્ષેત્રમાં ભાવ અને પ્રભાવથી રજુઆત કરતા બન્નેની વાતચીતનો સારાંશ એટલો હતો કે ' નેહ નિમંત્રન નયનો કા સ્વીકાર કીજીએ, હદય  કો બસ હદય કા ઉપહાર દીજીએ.  (તસ્વીર-અશોક બગથરિયા)

(1:09 pm IST)