મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

સૂરજ કબ દૂર ગગનસે, ચંદા કબ દૂર કિરન સે, ખુશ્બુ કબ દૂર પવન સે, કબ ફૂલ બહાર ચમન સે, યહ બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ

ગુર્જર નરેશ શ્રી વિજય રૂપાણી અને તેમના જીવનસંગીની શ્રીમતી અંજલીબેન કેટલાય જાહેર કાર્યક્રમોમાં સાથે હોય છે. શ્રી રૂપાણીની રાજકીય પ્રગતિમાં શ્રીમતી રૂપાણી અડીખમ સાથી રહ્યા છે. અખાત્રીજની રાત્રે રૂપાણી દંપતિ અકિલાના પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં  મંચ પર સાથે ઉપસ્થિત હતા. મોકો મળતા બન્નેએ વાતચીતની તક ઝડપી હતી. ચર્ચા કયા વિષયની થઇ તે કોઇને ખબર નથી પણ વાતચીતનુ આ દ્રશ્ય કેમેરામાં કેદ થઇ ગયુ હતું. બન્ને જાણે એકબીજાને કહી રહ્યા છે. ચહેરો મને તમારો મનમોહક અને મુલાયામ લાગે છે. એટલે જ આપણો પ્રેમ મને કાયમ કોમળ લાગે છે. રૂપાણીજી આગે બઢો, અંજલીબેન તુમ્હારે સાથ હૈ. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(12:46 pm IST)