મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

નર્મદા પાસે કબીર વડ છે, તો રાજકોટ પાસે કિરીટકાકા છેઃ જય વસાવડા

'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'ના લોન્ચીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા કટાર લેખક જય વસાવડાએ 'અકિલા' સાથેના પોતાના નાતા વિશે અને 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા વિશે જણાવ્યું હતું કે- જેમ નર્મદા પાસે કબીરવડ છે, તેમ રાજકોટ પાસે શ્રી કિરીટકાકા છે. કાકા પાસે જે કોઇ આવે તેના કામ થઇ જાય છે. તેમના છાંયડામાં રાજ છે. નાનામાં નાના સમાચારને અકિલામાં સ્થાન મળે છે, કોઇની બકરી ખોવાઇ ગઇ હોય તો પણ કાકા એ સમાચાર લેવડાવી લે છે કે કદાચ તેના કારણે બકરી મળી જાય. મેં એક વખત નાની પુસ્તિકા લખી હતી અને એ લઇને હું શ્રી કિરીટકાકા પાસે ગયો હતો. તેમણે ઉભા થઇને એ પુસ્તિકા સ્વીકારી હતી અને બાદમાં પ્રસાદી આપી હતી. તેમજ મને રૂ. ૫૦૦ રોકડ પુરસ્કાર આપ્યો હતો. એ ૫૦૦ની નોટ મેં આજે પણ સાચવી રાખી છે. એક અબખારના તંત્રી સામે ચાલીને રોકડ પુરસ્કાર આપે એ કેટલી મોટી ખુશીની વાત ગણાય. 'અકિલા' નિયમો માટે નહિ, અપવાદ માટે શરૂ થયું છે તેમ હું માનુ છું. તેની હમેંશા નવી પહેલ જ હોય છે.

(12:44 pm IST)