મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

બ્રોકરેજ ફર્મ એકબીટનું તારણ

યુપીમાં ભાજપને ફટકો પડશેઃ માત્ર ૩૦થી ૩૫ બેઠકો મળશેઃ NDAને ૨૨૦-૨૪૦ મળશે

ગ્રામીણ વિસ્તારોમાં મોદી સરકારની લોકપ્રિયતા ઘટી છે જેનાથી ભાજપને નુકસાન

નવીદિલ્હી, તા.૧૦: બ્રોકરેજ ફર્મ એમ્બીટના મતે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને યુપીમાં મોટો ઝટકો લાગશે. ફર્મએ ગોરખપુરમાં નાના વેપારીઓ, નેતાઓ અને શિક્ષણવિદો સાથે વાતચીતના આધારે આ અનુમાન લગાવ્યું છે કે, ભાજપ યુપીમાં આ વખતે ૩૦થી ૩૫ બેઠકોમાં સમેટાઇ જશે. આ આધારે અનુમાન લગાવ્યું છે કે, દેશમાં ભાજપને કેટલી બેઠકો મળશે. હાલત એવી છે કે, NDAને બહુમત જેટલી પણ બેઠકો નહીં મળે.

 

એમ્બીટના અનુમાનની મુખ્ય વાતો નીચે મુજબ છે.

ભાજપ માત્ર ૧૯૦થી ૨૧૦ બેઠકો પર સમેટાઇ શકે છે. ગ્રામીણ લોકોમાં મોદીની ઘટતી જતી લોકપ્રિયતાના કારણે ભાજપને નુકશાન થશે.

NDAને સરકાર બનાવવા ઓછોમાં ઓછી ૪ પ્રાદેશિક પાર્ટીઓની મદદની જરૂર પડશે.

ચુંટણી બાદ ભાજપ યુપીમાં ૩૦થી૩૫ બેઠકો વચ્ચે સમેટાઇ જવાનું કારણએ છે કે બસપા-સપા-રાષ્ટ્રીય લોકદળના મહાગઠબંધનથી ભાજપને નુકશાન થશે. ૨૦૦૯માં સપા-બસપાનો વોટશેર ૫૧% હતો. ગઇ ચુંટણીમાં ૪૨% હતો. હવે મોદી લહેર નથી તેથી સપા-બસપાનો વોટશેર ૪૫%થઇ શકે છે.

વોટશેર અને સીટોનું ગણિત

ભાજપને ૨૦૧૪માં ૪૩% મત મળ્યા. ત્યારે ૭૧ બેઠકો મળી.

આ વખતે ૩૪% વોટ સાથે ૩૦થી ૩૫ બેઠકોનું અનુમાન છે.

સપા ૨૨% વોટ સાથે ૨૦૧૪માં ૫ બેઠકો મળી હતી.

બસપાને ૨૦% મત સાથે ૨૦૧૪માં એક પણ બેઠક મળી ન હતી.

ભાજપને મોદી નહીં યોગીથી નુકશાન ફર્મનું માનવું છે કે, ભાજપને મોદીના કારણે નુકસાન થશે. ગૌવધ પર રોક, કતલખાનાને નુકશાન, જેના માલિકો હિન્દુ પણ છે. દરમિયાન ઘરડા પશુઓની સંખ્યા વધતા ખેતીને વ્યાપક નુકસાન થાય છે. તે માટે યોગીને જવાબદાર મનાય છે. જો કે શહેરોના નામ બદલવાથી હિન્દુ મતદારો એકજૂથ થયા છે.

(11:58 am IST)