મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

કુલ પ૦૪ કેસમાંથી ૧૩૯ કેસ યુપીના

આચારસંહિતા ભંગના સૌથી વધુ કેસ યુપીમાં

નવી દિલ્હી તા. ૧૦ : ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ અત્યાર સુધીમાં આચાર સંહિતા ભંગના પ૦૪ કેસ દાખલ કરી ચુકયું છે. જેમાંથી રપ૧ એટલે કે લગભગ અર્ધા રદ કરાયા છ.ે ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર સૌથી વધારે કેસ એકલા ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા છે જેમાં એક કેસ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો હતો. તેમણે ભારતીય સેનાને મોદીજીની સેના ગણાવી હતી. પંચે યોગીને ભવિષ્યમાં ધ્યાન રાખવા અને સાવધાની વર્તવા કહ્યું હતું.

દેશમાં નોંધાયેલ કુલ કેસમાંથી ૬ર કેસ ફરીયાદ કર્તાઓએ પાછા ખેંચ્યા હતા અથવા કેન્સલ કર્યા હતા. જયારે પ૦૪ કેસમાંથી પ કેસ પંચને કરાયેલ સૂચના અને ભલામણોના હતા. આવા કેસને ફરીયાદની શ્રેણીમાં ન રાખી શકાય એવું કહેવાય રહ્યું છે કે પંચ ૬પ ટકા કેસોને રદ કરી ચુકયું છે આચાર સંહિતા ભંગની ફરીયાદો રાજકીય પક્ષોથી માંડીને ચુંટણી અધિકારીઓ, પોલિસ, વિભીન્ન કંપનીઓ, બેંક અને પોસ્ટ ઓફીસ સામે પણ થઇ છે.

(11:51 am IST)