મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

ડાબેરી પક્ષો માટે અસ્તિત્વનો જંગ

ગત ચૂંટણીમાં ડાબેરીઓનું પ્રતિનિધિત્વ ઘટયું હતું: આ વખતે બેઠકો ઘટશે તો અસ્તિત્વનું સંકટ ઘેરૂ બનશેઃ સંસદની અંદર અને બહાર ડાબેરીઓ આર્થિક નીતિઓ-શ્રમિકોના મુદ ઉઠાવતા હોય છે

નવી દિલ્હી તા. ૧૦ :.. રાષ્ટ્રિય પક્ષો આ ચૂંટણીમાં સત્તા પર આવવા માટે લડી રહ્યા છે ત્યારે ડાબેરીઓ આ ચૂંટણી અસ્તિત્વ માટે લડી રહ્યા છે.

ગઇ લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓનું પ્રતિનિધિત્વ લોકસભામાં લઘુતમ સંખ્યામાં પહોંચી ગયું હતું. આ વખતે તેમની સામે પ્રદર્શન સુધારવાનો પડકાર છે. ડાબેરીઓ વિપક્ષી એકતામાં આગળ રહે છે પણ આ વખતે પણ જો તેમની બેઠકો નહીં વધે તો સંસદની બહાર અને અંદર પોતાની ઉપસ્થિતી કાયમ રાખવાનું તેમના માટે મુશ્કેલ બનશે.

ડાબેરીઓમાં મુખ્યત્વે ચાર પક્ષો છે જેને ડાબેરી મોરચા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માર્કસવાદી કોમ્યુનીસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનીસ્ટ પાર્ટી, આરએસપી અને ફોર વર્ડ બ્લોક સામેલ છે. ર૦૦૪ ની લોકસભા ચૂંટણીમાં આ ચારે પક્ષોનું પ્રદર્શન અત્યંત સુંદર રહ્યું હતું. ત્યારે તેમને પ૯ બેઠકો મળી હતી. જેમાં માકપા ૪૩, ભાકપા ૧૦ અને બાકીના બેઠકો પક્ષોને ૩-૩ બેઠકો મળી હતી. પણ ર૦૧૪ માં તેમનું પ્રદર્શન એકદમ ખરાબ હતું અને તેમને ફકત ૧૧ બેઠકો જ મળી હતી. છેલ્લી બે ચૂંટણીમાં તેમનો ગ્રાફ ઝડપથી  નીચે ઉતરી ગયો છે. ર૦૦૯ માં ડાબેરીઓની બેઠકો પ૯ થી ઘટીને ર૪ થઇ ગઇ હતી., જે ર૦૧૪ માં અર્ધાથી પણ ઓછી થઇ હતી.

લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કા પુરા થઇ ગયા છે અને બે બાકી છે. અત્યાર સુધીની પરિસ્થિતિ અનુસાર ડાબેરીઓ માટે સ્થિતિ બહુ સારી નથી દેખાતી. ગઇ ચૂંટણીમાં તેમને ત્રિપુરામાં બે બેઠકો મળી હતી પણ ત્યારે ત્યાં તેમની સરકાર હતી. હવે ત્યાં ભાજપાની સરકાર છે. બીજુ બંગાળમાં કોંગ્રેસ સાથે તેમનું જોડાણ નથી થઇ શકયું. ગઇ ચૂંટણીમાં ત્યાં તેમને બે બેઠકો મળી હતી. પણ આ વખતે ત્યાં ભાજપાનું જોર વધ્યું છે એટલે ડાબેરીઓ ત્યાં સ્થિતિ કેટલી સુધારી શકશે તે કહેવું અઘરૃં છે.

કેરલ ડાબેરીઓનો મોટો ગઢ ગણાય છે. ત્યાં તેમની સરકાર પણ છે. ગઇ ચૂંટણી વખતે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. એટલે હવે ડાબેરીઓ માટે કેરળ એક જ આશાનું કિરણ દેખાય છે. ગઇ ચૂંટણીમાં ત્યાં તેમને  પાંચ બેઠકો મળી હતી. આ વખતે તે વધી  શકે છે.  પણ રાહુલ વાયનાડથી ચૂંટણી લડીરહ્યા હોવાથી કેરળમાં કોંગ્રેસ પણ મજબૂતીમાં આવી છે.

(4:06 pm IST)