મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

મોદીજી , ચૂંટણીના પરિણામો માટે ઘણા ગભરાયેલા છો : ડરવાનો તમને પૂરો અધિકાર :રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

લોકસભા ચૂંટણીના પરિણામો માટે મોદી ઘણા વધુ ચિંતિત છે.

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી વડાપ્રધાન મોદી પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી દબાણ હેઠળ તૂટી રહ્યા છે વાસ્તવમાં જે રીતે પીએમ મોદીએ રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ તે બાદથી પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાક યુદ્ધ ચાલુ છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધતા લખ્યુ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો માટે નરેન્દ્ર મોદી ઘણા વધુ ચિંતિત છે. તેમણે લખ્યુ કે પ્રિય મોદીજી તમારા વર્તમાન નિવેદન, ઈન્ટરવ્યુ, વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે તમે ચૂંટણીના પરિણામો માટે ઘણા ગભરાયેલા છો. તેમણે કહ્યુ કે જો કે તમને પરિણામો માટે ડરવાનો પૂરો અધિકાર છ

 અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સતત નહેરુ-ગાંધી પરિવાર પર હુમલા કરી રહ્યા છે. તેમણે પ્રિયંકા ગાંધી વિશે પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હું પડકાર આપુ છુ કે તે આગલા બે તબક્કાનું મતદાન રાજીવ ગાંધીના નામ પર લડે.

(11:22 am IST)