મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

રાજકીય પક્ષોના ઉમેદવારો કરોડપતિ પરંતુ ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરવામાં કંજૂસ :વાંચો ફટાફટ કોણે કેટલો કર્યો ખર્ચ

કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો વધુ ખર્ચ :કરોડપતિ પૂનમ શત્રુઘ્નસિંહા અને રાજનાથસિંહે ચૂંટણી પ્રચારમાં કરી કરકસર

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થવાને આરે છે અને પરિણામ આવતી 23મી મેએ જાહેર થવાનું છે ત્યારે લોકસભા ચૂંટણીમાં કેટલાક એવા કરોડપતિ ઉમેદવારો છે જેમણે ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ કરવામાં કંજુસાઈ દાખવી છે તો ગૃહમંત્રી રાજનાથસિંહે પણ ચૂંટણી ખર્ચમાં કરકસર કરી છે. પ્રદેશમાં પોતાનું મહત્વ ફરી વધારવામાં લાગેલ કોંગ્રેસ પક્ષ લખનૌની બંને સંસદીય બેઠક માટે પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખર્ચમાં કોઇ કસર છોડવા માગતો નથી અને માટે પોતાના હાથ ખૂલ્લા કરી દીધા છે. એટલે કે નાણાની કોથળી ખુલ્લી મુકી દીધી છે.

કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો વધુ ખર્ચ કર્યો છે ચૂંટણી પંચને ખર્ચનો રિપોર્ટ રજૂ કરવાના ત્રીજા તબક્કા સુધીમાં બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારે સૌથી વધારે ખર્ચ કરી અન્ય ઉમેદવારોથી આગળ નીકળી ગયા છે.જ્યારે મોહનલાલગંજના કોંગ્રેસના ઉમેદવાર આર.કે.ચૌધરીએ અત્યાર સુધીમાં 44.60 લાખ ખર્ચ કર્યો છે.શહેર બેઠકના આચાર્ય પ્રમોદે 40.10 લાખ ખર્ચ કર્યો છે. શહેર બેઠકના ભાજપના નેતા અને ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રચાર ખર્ચ કરવામાં કરકસર કરી છે. 4 મે ના રોજ ખર્ચ સમિતિ સમક્ષ તેમણે 19.44 લાખનો ખર્ચ કર્યાનો રિપોર્ટ છે.

(12:00 am IST)