મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

અમેરિકામાં રોકાણકારોના નાણાં હડપ કરી જવા બદલ ભારતીય મૂળના ૩૭ વર્ષીય રમેશ ક્રિશ નાથનની ધરપકડઃ રોકાણ માટે મળેલી રકમ પૂર્વ પ્રેમિકાના ખાતામાં જમા કરાવી મોજ માણીઃ હવે જેલના સળીયા ગણવાનો વારો આવશે

લોસ એન્જલસઃ અમેરિકામાં અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે નાણાંનું રોકાણ કરી જંગી વળતર મેળવવાની લાલચ આપી રોકાણકારોના નાણાં હડપ કરી જવા બદલ ભારતીય મૂળના ૩૭ વર્ષીય રમેશ ક્રિશ નાથનની ગયા મહિને લોસ એન્જલસ ખાતેથી ધરપકડ થઇ છે.

રોકાણ માટે આવેલી રકમ તેણે પોતાની પૂર્વ પ્રેમિકાના બેંક ખાતામાં જમા કરાવી મોજ માણી હતી. પરંતુ તેનો ભાંડો ફુટી જતા હવે તેના ઉપર કોર્ટ કેસ ચાલશે. જેમાં તે ગૂનેગાર પૂરવાર થશે તો તેને વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા તથા ર લાખ ૫૦ હજાર ડોલરનો દંડ થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)