News of Friday, 10th May 2019
આલે...લે...: વતનમાં પાછુ જવું ન પડે તે માટે UAEમાં વસતા પાકિસ્તાની નાગરિકે ગૂનો કરી જેલમાં જવાનું પસંદ કર્યુઃ કન્સ્ટ્રકશન કંપનીમાં મજુર તરીકે કામ કરતા પાકિસ્તાની નાગરિકે સહકર્મી ભારતીય મજુરનું ગળુ ઘોંટી હત્યા કરી ગૂનો કબૂલ કરી લીધો
દુબઇઃ UAEમાં વસતા એક પાકિસ્તાની મૂળના નાગરિકે પોતાના વતનમાં પરત જવું ન પડે તે માટે ગૂનો કરી જેલમાં જવાનું પસંદ કર્યુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કન્સ્ટ્રકશન કંપનીમાં મજુર તરીકે કામ કરતા આ પાકિસ્તાની નાગરિકે રિશેષ દરમિયાન સૂતેલા તેના સહકર્મી ભારતીયનું ગળુ ઘોંટી હત્યા કરી નાખી હતી. એટલું જ નહિં ગૂનો કબૂલ પણ કરી લીધો હતો. ફેબ્રુ.માસમાં બનેલી આ ઘટના સંદર્ભે દુબઇ કોર્ટમાં કેસ ચાલશે તેવું જાણવા મળે છે.
(12:00 am IST)