મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

મહારાણા પ્રતાપ અને અકબરે સમજી-વિચારીને એકબીજા પ્રત્યેની નીતિ તૈયાર કરી હતી

અમદાવાદઃ આજે મહારાણા પ્રતાપ જયંતી છે. 1540માં આજના દિવસે મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. મહારાણા પ્રતાપની વીર ગાથાને મોગળ શાસક અકબરનો સામનો કરવો અને અંગ્રેજોને ધૂળ ચાટતા કરકી દેવા માટે વખણાય છે.

ઈતિહાસ વાંચીએ તો જાણવા મળે છે કે અક્બર અને પ્રતાબ બંનેએ સમજી-વિચારીને એક-બીજા પ્રત્યેની નીતિ તૈયાર કરી હતી. કારણે તલવારો ટકરાવતા પહેલાં બંને સમાધાન કરવા તૈયાર થયા હતા. તેના માટે અક્બરે અનેક વખત પહેલ કરી હતી. જોકે, પ્રતાપ હંમેશાં આવી દોસ્તીના વિરોધી રહ્યા હતા.

ઈતિહાસ અનુસાર અક્બરે 1576માં મહારાણા પ્રતાપ સાથે લડાઈ કરવાનો નિર્ણય લીધો હતો. સમયે મોગલ શાસક પાસે 2 લાખ સૈનિક હતા, પરંતુ રાજપુત સેનામાં માત્ર 22 હજાર સૈનિક હતા.

મહારાણા પ્રતાપ, મહારાણા ઉદય સિંહ અને મહારાણી જયવંતા બાઈના પ્રથમ સંતાન હતા. રાજમહેલમાં બાળપણમાં તેમને કીકા નામથી બોલાવાતા હતા. ઈતિહાસમાં થયેલા વર્ણન અનુસાર મહારાણા પ્રતાપ બાળપણથી બહાદ્દુર અને પોતાનું લક્ષ્ય મેળવવા માટે જિદ્દી હતા. જે ઉંમરમાં બાળકો રમકડાંથી રમતા હોય વયે પ્રતાપ હથિયારો સાથે રમતા હતા.  

મહારાણા પ્રતાને ધન-દોલત, ઘરેણા કરતાં પણ માન-સન્માનની ચિંતા વધુ રહેતી હતી. પ્રતાપે ક્યારેય ધન-સંપત્તિની સામે પોતાની પ્રતિષ્ઠા સાથે સમાધાન કર્યું નથી.  

1582માં દિવેરમાં એક ભયાનક યુદ્ધ થયું હતું. યુદ્ધમાં મહારાણા પ્રતાપે મોગલોને ધૂળ ચાટતા કરી દીધા હતા. 1585માં મહારાણાએ ચાવંડને પોતાની રાજધાની જાહેર કરી હતી. ચિત્તોડગઢ, માંડલપુર છોડીને તેમણે સમગ્ર મેવાડ પર કબ્જો કરી લીધો હતો.  

(12:00 am IST)