મુખ્ય સમાચાર
News of Thursday, 10th May 2018

૨૦૧૯ની ચૂંટણી પહેલા BJPનું માસ્ટર ધાર્મિક કાર્ડ સ્ટ્રોક

વૈષ્ણોદેવી માટે વૈકલ્પિક માર્ગ અને રામાયણ સર્કિટ ટુરીસ્ટ યોજના

નવી દિલ્હી તા. ૧૦ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપે ધાર્મિક કાર્ડ ફેંકવાની તૈયારી કરી લીધી છે. ભાજપ માતા વૈષ્ણોદેવી મંદિર અને રામાયણ સર્કિટ ટૂરિસ્ટ યોજનાને લઈને પહેલ કરવાની છે. જાણકારોનું માનીએ તો આ બંને યોજનાઓ આગામી એક અઠવાડિયાની અંદર શરૂ થશે.

વડાપ્રધાન નરેન્ંદ્રભાઇ મોદી જમ્મૂ-કશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિર માટે ૭ કિલોમીટર લાંબા વૈકલ્પિક તારાકોટા માર્ગનું આવતા અઠવાડિયે ઔપચારિક રીતે ઉધ્ઘાટન કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (લ્પ્સ્ઝ્રલ્ગ્)ના અધ્યક્ષ અને રાજયપાલ એન.એન.વોહરાની વિનંતી માન્ય રાખી નરેન્દ્રભાઇએ ૧૯ મેએ તારાકોટ માર્ગનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાની સંમતિ આપી છે.

આ રસ્તો યાત્રાળુઓ માટે ૧૩ મેની સવારથી ખુલ્લો મુકાશે. જે બાણગંગાથી અર્ધકુમારી સુધી ૬ કિલોમીટરનો ટ્રેક હશે. આ સિવાય કટરાથી ભવન સુધી આ માર્ગ ટટ્ટુ મુકત છે, જે ખાસ કરીને યાત્રાળુઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ૭ કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ ૬ મીટર પહોળો છે. તારકોટનો રસ્તો તીર્થયાત્રીઓને એક સુંદર અને સ્વચ્છ માર્ગ પૂરો પાડશે. જેમાં ૨ ભોજનાલય, ૪ વ્યૂ પોઈંટ અને ૭ શૌચાલય બ્લોક છે. ૨૪ કલાક યાત્રીઓ માટે ડોકટર્સ, પેરામેડિકસ, દવાઓ અને ઉપકરણોથી સજ્જ એક દવાખાનાની સ્થાપના કરાઈ છે.

(4:32 pm IST)