મુખ્ય સમાચાર
News of Thursday, 10th May 2018

યુપી પોલીસની ટોપી બદલીઃ હવે બેરેટ કેપ પહેરશે

નવી દિલ્હી તા.૧૦ : ઉત્તરપ્રદેશ પોલીસના ડ્રેસમાં ફેરફારનો આદેશ થયો છે પોલીસના જવાનોની ટોપ બદલાઇ ગઇ છેે. આ ફેરફાર પછી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હવે ફોલ્ડીંગ ટોપીની જગ્યાએ બેરેક કેપ પહેરેશે. ખાખી વર્દીમાં થયેલા આ બદલાવને કારણે પોલીસ ભવન - ઇલાહાબાદથી લઇને તમામ જિલ્લામાં ફેરફાર  થયો છે. સબ ઇન્સ્પેકટર અને ઇન્સ્પેકટરની જેમ હવે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પણ બેરેક કેપ એટલે કે ખાખી રંગની ગોળ ટોપી પહેરેશે. આ પહેલા ગુજરાત પોલીસ પહેરતી તેવી ત્રણ ખુણા વાળી ફોલ્ડીંગ કેપ યુપી પોલીસ પહેરતી હતી.

(3:54 pm IST)