મુખ્ય સમાચાર
News of Thursday, 10th May 2018

કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં બનાવટી ચૂંટણી ઓળખપત્રોનું કૌભાંડ

હજારો બનાવટી ઓળખપત્રો શીવપુરીમાં બનાવાયાઃ ર૧ હજાર તો એવા બનાવટી મતદાતાઓ નિકળી પડયા જેમના વર્ષો પહેલા મોત થયેલ છે

ભોપાલ, તા. ૧૦  : મધ્યપ્રદેશમાં પણ બનાવટી ચૂંટણી ઓળખપત્રોનું મોટું કૌભાંડ બહાર આવેલ છે.

૮ મેની રાત્રે કર્ણાટકના એક ભાડે રાખેલ ફલેટમાંથી હજારો બનાવટી મત ઓળખપત્રો મળી આવ્યા પછી ગઇકાલે શિવપુરીમાં ૬૦ હજાર બનાવટી મતદાતા મળી આવ્યા છે, જેમાં ર૧૦૦૦ એવા મતદાતા છે જેમના વર્ષો પહેલા મોત થઇ ચૂકયા છે અને હવે તેમના નામે ઓળખપત્રો બની ગયા છે. ત્યારે ચૂંટણી અધિકારી આ મત ઓળખપત્રોને શંકાસ્પદ કહી રહ્યા છે અને મતદાર યાદી સુધારવાની વાત કરી રહ્યા છે.

મ.પ્ર.ના શિવપુરી જિલ્લામાં મતદાતા પત્રકોની તપાસ દરમિયાન પ૯પ૧૭ બનાવટી મતદાર જોવા મળેલ, જેમાં ર૦૮૮૬ના વર્ષો પહેલા મોત થઇ ગયા છે તેમના નામો પણ આ મતયાદીમાં જોવા મળ્યા છે. બીજા ર૮૦૬૭ મતદાતાના નામો આ મતયાદીમાં છે, પરંતુ તેઓ અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે. મતયાદીમાં દર્શાવ્યા મુજબના એડ્રેસ ઉપર રહેતા નથી.

જયારે જિલ્લામાં રહેતા જ ન હોય તેવા પ૬૩૩ નામો આ મતયાદીમાં છે અને એકથી વધુ સ્થળો પર પ૦૩૧ મતદાતાઓના નામો જેવા મળ્યા છે, ચૂંટણી પંચે શિવપુરીના જીલ્લા અધિકારી તરૂણ રાઠીને દોષિત માની તેણે કોઇ મોનીટરીંગ નહિ કર્યાનું માન્યું છે અને મુખ્ય સચિવને જાણ કરી છે.

(11:03 am IST)