મુખ્ય સમાચાર
News of Thursday, 10th May 2018

લોકતંત્રમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન થવાની ઈચ્છા વ્યક્ત કરવાનો અધિકાર :મજાક ઉડાવવી જોઈએ નહીં :શિવસેના

2014માં સંભાવના હતી કે અડવાણી વડાપ્રધાનની ભૂમિકા ભજવશે :મોદી રાહુલને રોકવા માંગતા હોય તો પહેલા તેને હરાવે

 

મુંબઈ :કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જો 2019માં કોંગ્રેસને બહુમતી મળે તો તેઓ વડાપ્રધાન બની શકે છે તેવું હકારમાં કહ્યું હતું તેના નિવેદન સામે  ટીકાત્મક વલણ દાખવીને કરતી આલોચનાને શિવસેનાએ કહ્યું કે લોકતંત્રમાં કોંગ્રેસ અધ્યક્ષને વડાપ્રધાન બનાવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો પૂરેપૂરો અધિકાર છે.

   શિવસેનાએ એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની 'મજાક ઉડાવી' જોઈએ નહીં. રાહુલ ગાંધીએ વર્ષ 2019માં બહુમત મળવાની સ્થિતિમાં વડાપ્રધાન બનવાની જાહેરાત કરી છે. મોદી દ્વારા રાહુલ અને તેમના નિવેદનને 'ઘમંડ' ગણાવીને આલોચના કરવા પર શિવસેનાના રાજ્યસભાના સભ્ય અને પ્રવક્તા સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં કોંગ્રેસ અધ્યક્ષને વડાપ્રધાન બનાવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો પૂરેપૂરો અધિકાર છે.

   રાઉતે કહ્યું કે અધિકારના કારણે મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, આથી તેમણે કોઈની મજાક ઉડાવવી જોઈએ નહીં. હકીકતમાં 2014માં વાતની સંભાવના હતી કે ભાજપના નેતા એલ કે અડવાણી વડાપ્રધાનની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે "મોદી જો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનતા રોકવા માંગતા હોય તો તેમના માટે સારો વિકલ્પ રહેશે કે પહેલા તે રાહુલ ગાંધીને હરાવે. રાહુલ ગાંદીના વલણ પર આટલું ખીજાવવાનો કોઈ અર્થ નથી.

   રાઉતે કહ્યું કે કોંગ્રેસ આજે પણ દેશની સૌથી મોટી પાર્ટી છે. તેને 2014માં ઉત્પન્ન એક અસાધારણ માહોલથી હરાવવામાં આવી. એનડીએના સહયોગીઓએ નિર્ણય લેવાનો રહેશે કે ગાંધીની ભૂમિકા શું રહેશે."

    સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી શિવસેનાનો સવાલ છે તો અમને લાગે છે કે શરદ પવાર પણ એક યોગ્ય ઉમેદવાર છે અને ભાજપમાં મોદી ઉપરાંત અરુણ જેટલી અને અડવાણીમાં પણ સંભાવના છે. મહારાષ્ટ્રમાં પાલઘરમાં લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાના પુત્ર શ્રીનિવાસ વંગાને શિવસેના દ્વારા પોતાના ઉમેદવાર બનાવ્યાં બાદ ભાજપની આલોચના પર બોલતા રાઉતે કહ્યું કે ભાજપ ઉથલપાથલની સ્થિતિમાં છે. પહેલા તેણે બેસવું જોઈએ, અમારી સાથે ચર્ચા કરવી જોઈએ. અમારા પણ કોઈ પણ પ્રકારે દબાણ બનાવી શકે નહીં. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનો નિર્ણય છે કે અમે ત્યાં અમારી તાકાત સાથે ચૂંટણી લડીએ.

(12:00 am IST)