મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

IPL 2021 : બીજા દિવસના મેચમાં દિલ્હીએ ચેન્નયને 7 વિકેટે હરાવ્યું : ધવન - શો ની જોડીએ અપાવી જીત : બન્નેએ 82 બોલમાં 138 રનની શાનદાર ભાગીદારી કરી

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની બીજી મેચમાં, દિલ્હી કેપિટિલે ચેન્નઈ સુપર કિંગ્સને એકતરફી પરાજિત કર્યું હતું.  મુંબઈના વાનખેડે મેદાન પરની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટ પર 188 રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હી કેપિટલે આ સ્કોર ખૂબ જ સરળતાથી પાર કરી લીધો હતો.

દિલ્હી કેપિટલ માટે શિખર ધવન અને પૃથ્વી શોએ અડધી સદી ફટકારી હતી. શોએ 38 બોલમાં 72 રન બનાવ્યા, જ્યારે શિખર ધવને 54 બોલમાં 85 રનનું યોગદાન આપ્યું. ધવન અને શોએ પ્રથમ વિકેટ માટે 82 બોલમાં 138 રનની ભાગીદારી કરી હતી અને મેચમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સને સંપૂર્ણ રીતે હટાવી દીધી હતી.

(11:37 pm IST)