મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

ગુગલ ઓફિસમાં સતામણીની ફરિયાદો ઉઠી : 500 કર્મચારીઓએ સુંદર પિચાઇને લખ્યો પત્ર

સતામણી બંધ કરાવવા અને રક્ષણ આપવાની માંગ

નવી દિલ્હી : વિશ્વપ્રસિદ્ધ ટેક કંપની ગુગલમાં સતામણીની ફરિયાદી ઉઠી છે અને મોટા પ્રમાણમાં કર્મચારીઓએ ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પીચાઈને પત્રો લખ્યા અને સતામણી બંધ કરાવવા અને રક્ષણ આપવાની માંગ કરી છે.
  સુપ્રસિદ્ધ ટેક કંપની ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇને કંપનીના 500 કર્મચારીઓને પત્ર લખીને ગુગલ ઓફિસમાં ચાલી રહેલી સતામણી અંગે ફરિયાદ કરી છેડતી કરનારાઓને સુરક્ષા ન આપવા અને કર્મચારીઓને શાંતિપૂર્ણ માહોલ પૂરા પાડવાની વિનંતી કરી હતી. અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડએ એક સમાચારપત્રમાં લખેલા તેના ઓપિનિયન પીસમાં પોતાની સાથે થયેલી સતામણી અંગે લખ્યું અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

 અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડએ સામચારપત્રમાં લખ્યું કે તેની સાથે એક વ્યક્તિ વારંવાર સતામણી કરતો હતો.તે વ્યક્તિ એમીને તેની સાથે એક બાદ એક એમ વારંવાર મીટીંગો કરી હેરાન કરતો હતો. એમીના ઓપિનિયન પીસ પછી જ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ગુગલ ઓફીસમાં થઇ રહેલી સતામણી સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવ્યો.

એમીએ તેનાઓપિનિયન પીસ માં એમ પણ લખ્યું છે કે મને પજવણી કરતો માણસ હજી પણ મારી પાસે બેસે છે. મારા મેનેજરે મને કહ્યું હતું કે HRએ તેના ડેસ્કને બદલવાની વાત કરતા કહ્યું કે તેણે ઘરેથી કામ કરવું જોઈએ અથવા રજાઓ પર ઉતરી જવું જોઈએ. જો કે આજ સુધી ગુગલ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી કે આ સમગ્ર મામલામાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

સુંદર પિચાઈને લખાયેલા પત્રમાં જણાવાયું કે આલ્ફાબેટના 20,000 થી વધુ કર્મચારીઓએ સતામણીના વિરોધમાં અવાજ ઉઠાવ્યા બાદ, તેમને સંરક્ષણ આપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો અને ગુગલ ઓફીસ આ નિયમોના પાલનમાં ફેલ રહી છે. સતામણીની ફરિયાદ કરનાર વ્યક્તિને માનસિક ભાર સહન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારબાદ સતામણીનો ભોગ બનેલો વ્યક્તિ ઓફીસ છોડી દે છે, પણ સતામણી કરનારો વ્યક્તિ ઓફીસમાં જ રહે છે અને તેને ઓફીસ દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે. આલ્ફાબેટના કર્મચારીઓએ પત્રમાં લખ્યું કે કમર્ચારીઓ એક એવા વાતાવરણમાં કામ કરવાની ઇચ્છા રાખે છે જે પજવણી-સતામણીથી મુક્ત થવું જોઈએ. કંપનીએ પીડિતોની ચિંતાને પ્રાધાન્ય આપતા તેમના કર્મચારીઓની સલામતીની કાળજી લેવી જોઈએ.

(11:16 pm IST)