મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

બંગાળમાં પાંચ જિલ્લાની ૨૪ બેઠકમાં આજે મતદાને રેકોર્ડ નોંધાવ્યો : સાંજે ૫ સુધીમાં ૭૬.૧૬ ટકા મતદાન

કૂચબિહાર માં સુરક્ષા બળો સાથે સંઘર્ષ થતા ગોળીબારમાં ૫ ના મોત

કોલકાતા : બંગાળમાં પાંચ જિલ્લાની ૨૪ બેઠકમાં આજે મતદાને રેકોર્ડ નોંધાવ્યો છે. સાંજે ૫ સુધીમાં ૭૬.૧૬ ટકા મતદાન થયું છે અત્રે ચૂંટણી અંગેની વિગતો જોઈએ તો પશ્ચિમ બંગાળમાં શનિવારે થયેલી ચોથા તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 76.16 ટકા મતદાન (Bengal 4th phase voting) થયું. બંગાળમાં પાંચ જિલ્લા 24 પરગણા,હાવડા, હુગલી, કૂચબિહાર અને અલીપુરદ્વાર જિલ્લાની 44 બેઠકો પર આજે મતદાન થયું. સવારથી જ મતદાન માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જો કે કૂચબિહારમાં સુરક્ષા બળો સાથેના સંઘર્ષને લીધે ગોળીબારમાં 5 લોકોનાં મોત થતાં પરિસ્થિતિ તંગ બની હતી.

બંગાળના 5 જિલલાની 44 બેઠકો માટે મતદાન

ચોથા તબક્કામાં પાંચ જિલ્લાના 15,940 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યાથી વોટિંગ શરુ થયું હતું. જે સાંજે 6.30 સુધી ચાલવાની હતી. હાવડામાં 9 વિધાનસભા ક્ષેત્ર, દક્ષિણ 24 પરગણામાં 11, અલીપુરદ્વારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 વિધાનસભા બેઠકો માટે વોટિંગ થયું. આજના મતદાન માટે કેન્દ્રીય સુરક્ષાદળની 793 ટીમો તહેનાત કરાઇ હતી.

આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ સરેરાશ 76.16 ટકા મતદાન (Bengal 4th phase voting) થયું. તેમાં સૌથી વધુ કૂચબિહારમાં 79.73 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હુગલીમાં 76.02 ટકા, 24 પરગણામાં 75.49 ટકા, હાવડામાં 75.03 ટકા અને અલીપુરદ્વારમાં 73.65 ટકા મતદાન થયું હતું.

બપોરે 3 વાગ્યા સુધી 67 ટકા મતદાન

ચોથા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 66.76 ટકા મતદાન નોંધાઇ ગયું હતું. જેમાં કૂચબિહારમાં 70.39 ટકા, અલીપુરમાં 68.37 ટકા, હાવડામાં 64.88 ટકા દક્ષિણ 24 પરગણામાં 64. 26 ટકા અને હુગલીમાં 67.45 ટકા મતદાન થયું હતું.

સાંજે વોટિંગના અંતે આંકડો 83 ટકા ઉપર જઇ શકે

પ્રાપ્ત આંકડાની વિગત અને લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ જોઇ વોટિંગના અંતે કુલ મતદાન 83 ટકા ઉપર જવાની અપેક્ષા છે. દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ચેરમેન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ દક્ષિણ 24 પરગણાના બારિશા શશીભૂષણ જનકલ્યાણ વિદ્યાપીઠ ખાતેના મતદાન મથકે વોટ નાંખ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહ પર ષડયંત્રનો મમતાનો આરોપ

દરમિયાન સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે સીઆરપીએફે આજે શીતલકૂચીમાં 4 લોકોની ગોળી મારી હત્યા કરી નાંખી. સવારે વધુ એક મોત થયું હતું. સીઆરપીએફ મારું દુશમન નથી પણ ગૃહમંત્રીના ઇશારે ષડયંત્ર થઇ રહ્યું છે. આજની ઘટના આ વાતનો પુરાવો છે. Bengal 4th phase voting

જ્યારે વડાપ્રધાન મોદીએ એક રેલીમાં કહ્યું કે કૂચબિહારની ઘટના બહુ દુઃખદ છે. પરંતુ ભાજપના પક્ષમાં જનસમર્થન જોઇ દીદી અને તેમના ગુંડા અકળાઇ ગયા છે.

(8:50 pm IST)