મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

છત્તીસગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : 24 કલાકમાં નવા 11,447 પોઝીટીવ કેસ નોંધાયા : 91 લોકોના મોત

સંક્રમણની સરખામણી એક્ટિવ રેટ દેશમાં સૌથી વધુ :હાલમાં 18.4% એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ

રાંચી : દેશમાં કોરોના ગાંડોતૂર થયો છે મહારાષ્ટ્રમાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો છે ત્યારે છત્તીસગઢ રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે છત્તીસગઢમાં 11,447 લોકો પોઝિટિવ આવ્યા. 2613 લોકો સાજા થયા છે અને 91 લોકોના મોત થયા છે.

 છત્તીસગઢમાં અત્યાર સુધીમાં રાજયમાં 4 લાખ 18 હજાર 678 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 37 હજાર 156 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4654 દર્દીઓના મોત થયા છે. 76 હજાર 865 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સંક્રમણની સરખામણી અહીં એક્ટિવ રેટ દેશમાં સૌથી વધુ છે. હાલમાં 18.4% એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે

(12:36 pm IST)