મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

કોવિડ થયાના ૮ મહિને પણ સ્વાદ અને ગંધ પારખવાની શકિત પર અસર : અભ્યાસ

કોરોનાની અસર ઓછી હોય એવા લોકોમાં થાક અને શ્વસનતંત્રની સમસ્યા પણ કોમન

નવી દિલ્હી,તા. ૧૦: કોવિડ-૧૯ના હળવા લક્ષણોના આઠ મહિના પછી પણ દસમાંથી એક વ્યકિતને મધ્યમ કે ગંભીર લક્ષણ અનુભવાય છે. જેની તેમના કામ સામાજિક કે વ્યકિતગત જીવન પર પ્રતિકૂળ અસર થાય છે એવુ તારણ એક અભ્યાસમાં રજૂ કરાયું છે. જર્નલ JAMAમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર કોવિડ-૧૯ની અસરગ્રસ્ત મોટા ભાગના લોકોમાં સ્વાદ અને ગંધનો અભાવ તેમજ થાક લાંબા ગાળાનું  સૌથી કોમન લક્ષણ છે.

દાંડચિડ હોસ્પિટલ અને કેરોર્લિસ્કા ઇન્સ્ટિટ્યુટ રિસર્ચરો સ્વિડમાં ગયા વર્ષે કમ્યુનિટી સ્ટડી હાથ ધર્યો હતો. જેના મુખ્ય રિસર્ચર શાર્લોટ થેલિને જણાવ્યુ હતુ કે, 'અમે યુવા અને સ્વસ્થ લોકોમાં કોવિડ-૧૯ની હળવી અસર પછી લાંબા ગાળાના લક્ષણોની તપાસ કરી હતી. જેમાં મોટા ભાગના લોકોમાં સ્વાદ અને ગંધનો અભાવ સૌથી સામાન્ય લક્ષણ હતું. કોવિડ -૧૯ થયો હોય પણ અસર ઓછી હોય એવા લોકોમાં થાક અને શ્વસનતંત્રની સમસ્યા પણ કોમન હતી. દાંડેરીડ હોસ્પિટલના ૨,૧૪૯ કર્મચારીના લોહીના નમૂના લેવાયા હતા. જેમાં ૧૯ ટકા લોકોમાં વાયરસ સામે લડવા માટેના એન્ટિબોડી જનરેટ થયા હતા.

(10:14 am IST)