મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

બ્રાઝિલમાં કોરોના સંક્રમિત દર્દીઓ એકલાપણુ મહેસુસ ન કરે તે માટે નર્સે અજમાવી અનોખી તરકીબ : હાથના બંને મોજાને એક સાથે બાંધી તેમાં નવશેકું ગરમ પાણી ભરી બંને મોજા વચ્ચે દર્દીનો હાથ રાખ્યો : કોઈનો હુંફાળો સ્પર્શ મળી રહ્યો હોવાનું અનુભવી રહેલા દર્દીઓએ રાહત અનુભવી

બ્રાઝીલ : વિશ્વમાં કોવિદ -19 કહેરના સૌથી વધુ સંક્રમિત દર્દીઓ ધરાવવા માટે પ્રખ્યાત થઇ ચૂકેલા બ્રાઝીલ દેશની નર્સે આ દર્દીઓ એકલાપણુ મહેસુસ ન કરે તે માટે અનોખી તરકીબ અજમાવી છે.

જે મુજબ  હાથના બંને મોજાને એક સાથે બાંધી તેમાં નવશેકું ગરમ પાણી ભરી બંને મોજા વચ્ચે દર્દીનો હાથ રાખ્યો હતો.આથી દર્દીને જાણેકે કોઈનો હુંફાળો સ્પર્શ મળી રહ્યો હોવાની અનુભૂતિ થવા લાગી હતી.પરિણામે તેઓનો એકલાપણાનો ભય દૂર થઇ જવા પામ્યો હતો.

નર્સની આ તરકીબની દેશ વિદેશોમાં ભારે પ્રશંસા થઇ રહી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:24 am IST)