મુખ્ય સમાચાર
News of Friday, 10th April 2020

જુમ્માની નમાઝ પઢવા એકઠા થયેલ ૩૨ લોકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરતી દહેજ પોલીસ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં દેશ કોરોના (COVIP-199 )ની મહામારીથી મુશ્કેલીમાં છે અને આ મહામારીને આગળ પ્રસરતી અટકાવવા માટે ભારત અસરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે, આ લોક ડાઉન દરમ્યાન પોલીસ અધિક્ષક ભરૂચ એ સુચના કરેલ કે, સરકારી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવો તથા જાહેરનામાનો અમલ નહિં કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જે અનુસંધાને ડી.પી.વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ, ભરૂચ માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ આ અમલીકરણ માટે પ્રયત્નશીલ હતી.
 આજરોજ તા.૧૦/૦૪/૨૦૨૦ ના રોજ માહિતી મળેલ કે, વડદલા ગામમાં મેહાલી કંપનીની બાજુમાં આવેલ મજુરોના રહેવાના પતરાનાં શેડમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલ છે અને લોકડાઉનનો ભંગ કરે છે જેથી પો.સ.ઇ. આર.એસ.રાજપુત તથા દહેજ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ જગ્યા ઉપર જઇને જોયુ તો આ જગ્યામાં ઘણા લોકો એકઠા થયેલ હતી,જે તમામને એકઠા થવાનું કારણ પુછતાં આ તમામ લોકો નમાજ પઢવા ભેગા થયેલાનું જણાવેલ.આ જગ્યા પર કૂલ-૩૨ ઇસમો હતા. જે તમામ વિરૂધ્ધમાં જાહેરનામા ભંગ બદલ દહેજ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

(9:04 pm IST)