મુખ્ય સમાચાર
News of Friday, 10th April 2020

મહારાષ્‍ટ્રમાં રાજયપાલ હવે વહીવટી તંત્રનો કંટ્રોલ લઇ લેશે? પેરેલલ સરકાર ચલાવવાના ગવર્નરના પગલા સામે શીવસેના લાલઘુમઃ સામનામાં ઝાટકણી કાઢી

મુંબઇઃ શીવસેનાના મુખપત્ર સામનામાં શાસક પક્ષે તંત્રીલેખ દ્વારા લખ્‍યું છે કે, રાજયમાં જયારે યુદ્ધ જેવી સ્‍થિતિ પ્રવર્તે છે ત્‍યારે વહીવટી તંત્રને એકજ સ્‍થળેથી હુકમો મળવા જોઇએ.

તાજેતરમાં મહારાષ્‍ટ્રના રાજયપાલ ભૈવરસિંહ કોશીયારીએ વહીવટી પાંખના અધીકારીઓને બોલાવી કોરોના વાયરસના ફેલાવાને કઇ રીતે ડામી દેવો તે અંગે બેઠક યોજી તેને નિરર્થક કસરત ગણાવી આનાથી માત્ર અધિકારીઓમાં દ્વિધા સર્જાશે.

આવી વિકટ સ્‍થિતિમાં કેન્‍દ્ર સરકારમાં વડાપ્રધાન અને રાજય લેવલે મુખ્‍યમંત્રી જ સર્વ સત્તાધીશ અને મધ્‍યસ્‍થ કંટ્રોલ ધરાવતો હોવો જોઇએ વડાપ્રધાન સાથેની વિડીયો કોન્‍ફરન્‍સમાં શીવસેના અને એનસીપી વડા શરદ પવારે પણ વડાપ્રધાનને કહેલ કે કોરોના સામેલડવામાં સમગ્ર દેશ તમારા (નરેન્‍દ્રભાઇના) નેતૃત્‍વમાં એક જુટ છે.

(6:24 pm IST)