મુખ્ય સમાચાર
News of Tuesday, 10th April 2018

નવાદામા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ :મઝારની રક્ષા માટે હિન્દુઓએ જીવ જોખમમાં મુક્યા : રમખાણો કાયમ બંધ કરાવ્યા

નવાદા ;ગત 30મી માર્ચે બિહારમાં સાંપ્રદાયિક હિંસા ચરમસીમાએ હતી. હિન્દુ મંદીરો અને મુસ્લિમ દરગાહ અને મઝાર દરેક જગ્યાએ અસામાજીક તત્વોએ પોતાનો કહર મચાવ્યો હતો. બિહારનાં નવાદા જિલ્લામાં પણ હનુમાન મંદીરમાં આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. જે બાદ શહેરમાં હિંસા આગની જેમ ફેલાઇ ગઇ હતી. અમાસાજીક તત્વોએ આખુ શહેર માથે લીધુ હતું.તેવામાં હનુમાન મંદીરમાં આગચંપી અને તોડફોડની ઘટનાને નજરે જોનારા દાઉદ ખાનનાં ઘરે ફોન આવે છે. ફોનમાં સામે હોય છે તેમનો મિત્ર રાજીવ કુમાર સિન્હા.. રાજીવ તેમને સૈફીદુલ્લાહ શાહ બાબાની મઝાર પર તોડફોડ અને આગજનીની માહિતી આપે છે.

  દાઉદ જાણતો હતો કે જો મઝાર પર આગ લાગશે તો શહેરમાં હિન્દુ મુસ્લિમ રમખાણ વધી જશે અને તેને કાબૂમાં કરવા મુશ્કેલ થઇ જશે.તેથી મઝારની મુલાકાત લેવા દાઉદ ખાન પોતે ત્યાં ગયો ત્યાં જઇને તેણે જે જોયુ તેનાં પર તેની આંખને વિશ્વાસ થવો મુશ્કેલ હતો. તેમે જોયુ કે મઝાર પર આગ લાગી હતી તેનાં પત્થરને હથોડાથી તોડવામાં આવ્યો હતો. પણ આગ પર કાબૂ મેળવવા માટે ત્યાનાં 10એક ખેડૂતોએ મળીને પાણી નાખ્યુ હતું અને મઝારની ચાદર પણ બદલી હતી. તે અચંભિત હતો. હિન્દૂ ખેડૂતોમાં એક 86 વર્ષનાં હતાં જેમને કહ્યું કે, મારા કરતાં પણ જૂની છે મઝાર. મઝાર પર જો આગ લાગશે તો આખા નવાદા જિલ્લામાં કોમી રમખાણ ફેલાઇ જશે. જે અમે નહોતા ઇચ્છતા એટલે મઝાર માટે અમને નવી ચાદર લાવ્યા છીએ અને તેમાં લાગેલી આગ પણ તુરંત બુઝાવી દીધી છે.

  એક તરફ અસામાજીક તત્વોએ શહેર આખુ હિન્દુ મુસ્લિમમાં વહેંચી દીધુ હતું તેની વચ્ચે જ્યારે હિન્દુ મુસ્લિમ એકતા અને શહેરની ભલાઇ માટે લેવામાં આવેલું ખેડૂતોનું પગલું જોયુ તો મારી આંખો ભરાઇ આવી. સમયે કેટલાંક અસમાજીક તત્વોએ કૂરાન પણ ફાડી નાંખી હતી. જેનાં કેટલાંક ટુકડાં ત્યાં પડ્યા હતાં. હિન્દુ ભાઇઓ પણ અસમંજસમાં હતાં કે તેઓ શું કરે ટુકડાઓનું.. એવામાં મે તમામ ટુકડા એક કપડાંની થેલીમાં સમેટ્યા અને દિવસે શુક્રવાર હતો તો તેને ચાર લોકોની મદદથી ચાર ફીટ ઉંડો ખાડો કરીને દફન કરી દીધા. મને નથી ખબર કે મે કંઇક ખોટુ કર્યુ છે કે સાચુ કર્યુ છે. પણ શહેરને બચાવવા કુરાનનાં ટુકાડાનું દફન કરવું ત્યારે મને યોગ્ય લાગ્યુ હતું.

હાલમાં નવાદાવાસીયોએ મઝારને પહેલાની જેમ ચમકાવી દીધી છે. તેની રોનક પરત આવી ગઇ છે. આશા છે કે હવે અહીં ધર્મનાં નામે રમખાણ પણ કાયમ માટે બંધ થઇ જાય.

(10:12 pm IST)